Gujarat

જાહેર ટ્રસ્ટોને વહીવટી ફાળાની રકમ ૩૧મી માર્ચ સુધીમાં ભરવા તાકીદ કરતા મદદનીશ ચેરિટી કમિશનર જામનગર

ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ હેઠળ જામનગર જિલ્લામાં નોંધાયેલા ટ્રસ્ટો પૈકીની સંસ્થાઓને વહીવટી ફાળાની રકમ જમા કરાવવા માંગણા નોટિસો મોકલવામાં આવેલ છે. જે સંસ્થા અને તેના ટ્રસ્ટી/ સંચાલકોએ નોટિસ મુજબની રકમ જમા કરાવેલ નથી તેવી સંસ્થાના ટ્રસ્ટીઓ સામે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ની કલમ ૫૯(૧) તેમજ કલમ ૬૬,૬૭ના ભંગ બદલ ફોજદારી કાર્યવાહી કરવાપાત્ર થાય છે, તેમ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, જામનગરના મદદનીશ ચેરિટી કમિશનર શ્રી એ.એમ. પંડ્યાએ જણાવી જે ટ્રસ્ટોના ૩૧-૦૩-૨૦૨૧ કે તે અગાઉના વર્ષની ફાળાની રકમ ભરવાની બાકી હોય તેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તા.૩૧-૦૩-૨૦૨૨ સુધીમાં બાકી ફાળાની રકમનો ચેક/ડીડી/રોકડા મદદનીશ ચેરિટી કમિશનર જામનગરના નામે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, લાલ બંગલા કમ્પાઉન્ડ, સર્કીટ હાઉસની સામે, જામનગર ખાતે ભરી જવા અન્યથા એવી સંસ્થાઓ અને તેના ટ્રસ્ટીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ મદદનીશ ચેરિટી કમિશનર,જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

દિવ્યા/દ્રષ્ટિ                                     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *