Gujarat

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજની મતદાન કરવા અને કરાવવા માટે અપીલ

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન માટે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજે અચૂક મતદાન કરવા અને કરાવવા માટે અપીલ કરી છે.

     આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કહ્યું કે, સર્વ વિદિત છે તે મુજબ, તા.૧લી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનો મતદાન થવાનું છે. જેમાં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાર મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના સાચા સિંહ બને. તેમ જણાવતા તેમણે અચૂક વોટ કરવા અને કરાવવા માટે અપીલ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારો માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવાની સાથે નવીન એનિમલ હેલ્થ બૂથ અને હેલ્થ બૂથ સહિતના વિશિષ્ટ મતદાન મથકો પણ ઉભા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *