Gujarat

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રભારી શ્રી સુરેશ ગોધાણી અને સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાએ કુંકાવાવ, લીલિયા, લાઠી, દામનગર, સાવરકુંડલા, રાજુલા સહિતના મંડળોની સંગઠનાત્મક બેઠકો લીધી

દનિયાભરમાં ભારત દેશને મળી રહેલા અદકેરા અને અનન્ય સન્માન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ છે. દેશ વિદેશમાં મોદી સરકારની વધી રહેલી નામના પાછળ તેમનો છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવાનો મંત્ર કામ કરે છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ જ ભારતીય જનતા પાર્ટીની સરકારનો મંત્ર રહ્યો છે. રાષ્ટ્ર સમર્પિત ભાજપ પક્ષની વિકાસ યાત્રામાં વધુને વધુ લોકો સહભાગી બને તે હેતુ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સંગઠન પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી અને સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા જિલ્લાના દરેક મંડળો સાથે ગોષ્ઠી કરીને સંગઠનાત્મક પ્રવાસ કરી રહ્યાં છે.
પ્રવાસ અંતર્ગત ભાજપના અમરેલી જિલ્લાના વિવિધ મંડલો જેવા કે કુંકાવાવ વડિયા, લીલિયા, દામનગર, લાઠી શહેર, લાઠી તાલુકો, રાજુલા તાલુકો, રાજુલા શહેર, સાવરકુંડલા તાલુકો અને સાવરકુંડલા શહેરની મંડળ બેઠકનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ સંગઠનના આગામી કાર્યક્રમો વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. સાથે મંડળના સંગઠનના હોદેદારો સાથે ગોષ્ઠી કરી હતી અને ભાજપના સંગઠનને વધુને વધુ મજબૂત બનાવવાની હાંકલ કરી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી, સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, પુર્વ મંત્રીશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પુર્વ પ્રમુખશ્રીઓ અને જિલ્લા ભાજપના આગેવાનોને સાથે રાખીને આજરોજ જિલ્લાના વિવિધ મંડળનો પ્રવાસ કર્યો હતો.
જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ કાબરિયાએ પણ ભાજપ પ્રમુખશ્રી સાથે દરેક મંડળનો પ્રવાસ ક્રયો હતો. આ તકે કુંકાવાવ મંડળ ખાતે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા, ભાજપ અગ્રણી શ્રી જલ્પેશભાઈ બાવાલાલ મોવલિયા, તાલુકા પ્રભારી શ્રી હિંમતભાઈ દોંગા, જિ. પ. સદસ્ય શ્રી વિપુલભાઈ રાંક, ભાજપ અગ્રણી શ્રી રમાબેન હીરપરા, લીલિયા ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, જિ. પ. શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત, પૂર્વ મંત્રી શ્રી વી વી વઘાસિયા, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી, જિ. પ. સદસ્ય શ્રી ભીખુભાઈ ધોરાજીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી, તાલુકા પ્રભારી શ્રી ધીરુભાઈ ભાયાણી, યુવા ભાજપ મહામંત્રી શ્રી જગદીશભાઈ નાકરાણી, લાઠી શહેર ખાતે ઉપાધ્યક્ષ શ્રી રામભાઇ સાનેપરા, મંત્રી શ્રી રાજુભાઈ ભુવા, શ્રી જયેશભાઈ ટાંક, પૂર્વ ધારાસભ્ય શ્રી બાવકુભાઈ ઊંધાડ, ભાજપ અગ્રણી શ્રી જનકભાઈ તળાવિયા, લાઠી તાલુકા ખાતે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સાવલિયા, તા. પ. પ્રમુખ શ્રી સુનિતાબેન પરમાર, બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી રાજુભાઈ ભૂતૈયા, પ્રભારી શ્રી જયાબેન ગેલાણી, જિ. પ. સદસ્ય શ્રી ભરતભાઈ સુતરિયા, દામનગર ખાતે મંડળ પ્રમુખ શ્રી ધીરુભાઈ નારોલા, ભાજપ અગ્રણી શ્રી પ્રિતેશભાઇ નારોલા, કુંડલા તાલુકા ખાતે મંડળ પ્રમુખ શ્રી જીવણભાઈ વેકરિયા, ભાજપ અગ્રણી શ્રી કમલેશભાઈ કાનાણી, શ્રી ધર્મેન્દ્રભાઈ ગૌસ્વામી, શ્રી મનોજભાઈ મહીડા, શ્રી મયુરભાઈ હીરપરા, શ્રી જયસુખભાઇ સાવલિયા, રાજુલા તાલુકા ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ, મંડળ પ્રમુખ શ્રી હરસુરભાઈ લાખણોત્રા, જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી યોગેશભાઈ બારૈયા, મંડળ પ્રભારી શ્રી અમરીશભાઈ જોશી, તા. પ. પ્રમુખ શ્રી મીઠાભાઈ લાખણોત્રા, રાજુલા શહેર ખાતે મંડળ પ્રમુખ શ્રી પરેશભાઈ લાડુમોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220305-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *