આગામી તા.૧૧/૦૩/૨૦૨૨ના રોજ અમદાવાદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના અઘ્યક્ષ સ્થાને ” મારૂ ગામ મારૂ ગુજરાત ” કાર્યક્રમ હેઠળ નવ નિયુક્ત ચૂંટાયેલા સરપંચ જિલ્લા સદસ્યો તાલુકા પંચાયત સદસ્યોને કાર્યક્રમમાં હાજર રાખવાના હોવાથી આજરોજ નસવાડી ગામપંચાયત કોમ્યુનિટી હોલમાં બોડેલી નાયબ કલેક્ટર ઉમેશભાઈ શાહના અધ્યક્ષ સ્થાને માર્ગદર્શન મીટીંગ રાખવામાં આવી હતી તેમાં તાજેતરમાં યોજાયેલી ગામપંચાયત ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચ તેમજ સદસ્યોને મારૂગામ મારૂ ગુજરાત ના કાર્યક્રમ ની રૂપરેખા સમજાવી માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું તેમાં ચૂંટાયેલા સરપંચ સદસ્યો તેમજ નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા તેમજ મામલતદાર નસવાડી, તાલુકા વિકાસ અધિકારી હાજર રહી માર્ગદર્શન આપી વધુ સંખ્યામાં મારૂગામ મારૂ ગુજરાત કાર્યક્રમ ને સફળ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


