અમદાવાદ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ૪૨૭ કોલેજાે પાસેથી ‘સેલ્ફ ડિસ્ક્લોઝડ’ મંગાવવામાં આવ્યું છે. સેલ્ફ ડિસ્કલોઝ્ડનાં માધ્યમથી ૨૭૦ કોલેજાેમાં જુદાજુદા પ્રકારની ખામીઓ સામે આવી છે. જીટીયુની આ ૨૭૦ એટલે કે ૬૩% કોલેજાેમાં ખામીઓ સામે આવી છે. જેમાં જીટીયુ હસ્તકની કેટલીક કોલેજમાં પ્રિન્સિપલ નથી, તો કેટલીક કોલેજાેમાં અધ્યાપકની ઘટ છે, તેમજ અનેક કોલેજાેની લેબમાં પણ ખામી હોવાનું સામે આવ્યું છે. જે મામલે જીટીયુની ડીન કમિટી દ્વારા કોલેજાેને ખામીઓ દૂર કરવા માટે તાકીદ કરાઈ છે. જે પણ કોલેજમાં આવી ખામીઓ સતત હશે, તો આવી કોલેજાેને ‘નો એડમિશન ઝોન’માં મુકવામાં આવશે. જાે સામાન્ય ખામી હશે, જે વિભાગમાં અધ્યાપકો ઓછા હશે, તો એ વિભાગની ૨૫%થી ૫૦% બેઠકો ઘટાડવામાં આવશે. એટલું જ નહીં, કોલેજાે આ ખામીઓ નહીં સુધારે તો ૫ લાખ રૂપિયા સુધીનો દંડ પણ કોલેજાેને ફટકારવામાં આવશે. મહત્વનું છે કે, પાછલા કેટલાક વર્ષોમાં બિલાડીના ટોપની જેમ એન્જિનિયરિંગ કોલેજાે ફૂટી નીકળી છે. જાેકે આ કોલજાેમાં ક્વોલિટી એજ્યુકેશન જળવાતું નથી. કોલેજાેમાં કોઈને કોઈ ખામી સામે આવી રહી છે. પરંતુ એજ્યુકેશન બાબતે કોલેજાેમાં ચાલતી આ લાલીયાવાડી હવે જીટીયુ ચલાવી લેવા માંગતી નથી. રાજ્યની એન્જિનિયરિંગ કોલેજાેમાં પ્રિન્સિપાલથી લઇને અધ્યાપક, સ્ટાફ, લેબોરેટરી અને સુવિધાઓનો અભાવ છે ત્યારે નવી એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જીટીયુએ તમામ કોલેજાેને તાકીદ કરી છે. અને ઝડપથી ખામીઓ દૂર કરવા આદેશ કર્યો છે.ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ૨૭૦ કોલેજ સામે નો એડમિશન ઝોનની તલવાર લટકી રહી છે. જીટીયુ દ્વારા ૪૨૭ કોલેજાેનું ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું, જેમાંથી ૨૭૦ કોલેજાેમાં જુદાજુદા પ્રકારની અછત જણાતા, ખોટ તાત્કાલિક પૂરી કરવા નોટિસ ફટકારવામાં આવી છે. કોલેજાેમાં પ્રિન્સિપલ, અધ્યાપક, લેબની સુવિધામાં ખામી ધ્યાને આવી છે. જાે આ ખામી દૂર કરવામાં ન આવે તો કોલેજાેને નો એડમિશન ઝોનમાં મુકવાની તૈયારી જીટીયુએ કરી છે.

