Gujarat

જીવનના મોજ શોખ પુરા કરવા યુવાન ચોરીના રવાડે ચડ્યો, સુરત પોલીસે કરી ધરપકડ

સુરત
સુરતના રાંદેર પોલીસ મથક વિસ્તારમાંથી એક ટ્રાવેલ્સની ઓફિસમાં ચોરીની ઘટના સામે આવી હતી.ઓફિસમાં રહેલા રોકડા રૂપિયા ૫.૪૫ લાખની ચોરી કરી યુવક ફરાર થઈ ગયો હતો.ચોરી કરી ભાગતો યુવક ઓફિસની બિલ્ડીંગના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. રાંદેર પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો.દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. સુરતના વિવિધ પોલીસ સ્ટેશનનોના નવ જેટલા ચોરીના ગુનામાં આ આરોપી વિરુદ્ધ ફરિયાદ થઈ ચૂકી છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ટ્રાવેલ ની ઓફિસમાંથી થોડા દિવસ પહેલા પાંચ લાખથી વધુ રોકડની ચોરીની ઘટના સામે આવી હતી પોલીસ ચોરને પકડવા તપાસ તેજ કરી હતી. દરમિયાન ચોરીને અંજાર આપનાર ઈસમને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો હતો. દરમ્યાન પોલીસને જે જાણકારી મેળવી તેનાથી ચોંકી ઉઠી હતી. ચોરી કરનારનું નામ મોહમ્મદ સલમાન ઉર્ફે મુસા હતું એની ઉંમર માત્ર ૨૧ વર્ષની હતી. આ ઉંમરે વેપાર ધંધો કે નોકરી કરવાની બદલે યુવક ઝડપી રૂપિયા ભેગા કરવાની લાયમાં ચોરીના રવાડે ચડી ગયો છે. જીવનના મોજ શોખ પૂરા કરવા ચોરીનો રસ્તો તેને વધુ સરળ લાગ્યો પરંતુ કહેવાય છે ને કે ખોટા રસ્તાનું અંજામ પણ ખોટું જ આવે છે. તેવી જ રીતે ટૂંકા સમયમાં રૂપિયા કમાવાની લાઇનમાં ચોરી કરનાર મોહમ્મદ સલમાન ઉર્ફે મુસાને આખરે રાંદેર પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતમા મોજશોખ માટે નાની ઉંમરથી જ ચોરીના રવાડે ચડેલા યુવક દ્વારા રાંદેર વિસ્તારમાં આવેલ ટ્રાવેલ્સની ઓફિસમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.ટ્રાવેલ્સની ઓફિસ બંધ હતી. દરમિયાન યુવક ઓફિસના દરવાજાનો નકુચો તોડી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં રહેલા રોકડા રૂપિયા ૫.૪૫ લાખ ચોરી કરી ત્યાંથી ફરાર ગયો હતો.ઘટનાની જાણ ઓફિસ માલિકને થતા ઘટના અંગે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.રાંદેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપી રૂપિયા લઇ ભાગતો ચોર યુવકના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ટ્રાવેલની ઓફિસની બિલ્ડીંગના સીસીટીવીમાં ચોર યુવક થેલીમાં રૂપિયા લઇ ભાગતો હોવાનું જણાય આવ્યું હતું.તેથી પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ચોરને શોધવાના ચક્ર ગતિમાન કર્યા હતા. રાંદેર પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવાના તપાસ તેજ કરી દરમિયાન આધારે પોલીસની ટીમ દ્વારા મહંમદ સલમાન ઉર્ફે મુસાને ઝડપી પાડ્યો હતો. મહમદ સલમાનની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જીવનના મોજ શોખ પૂરા કરવા આરોપી નાની ઉંમરથી જ ચોરીના રવાડે ચડ્યો હતો.આરોપી ઘરે કોઈ ના હોય તેવા ઘરો કે ઓફિસને ચોરી માટે પસંદ કરતો હતો. દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કરી અંદર રહેલી રોકડની ચોરી કરતો હતો. પોલીસે આરોપી મહંમદ સલમાન ઉર્ફે મુસાને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકના નવ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.હાલ મહંમદ સલમાનની રાંદેર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *