એક્સપાયરી ડેટના બાટલાઓ ચડાવી દેવાની ફરીયાદ ઉઠી
સાગર નિર્મળ
જૂનાગઢ
સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે લોકોની આરોગ્ય સુખાકારી માટે બનેલ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સાથે જ ચેડાં થતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહયો છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે અવનીબહેનને સારવાર અર્થે તેમનાં ધર્મપતિ શૈલેષભાઈ દ્વારા તા.21/06/2022 નાં રોજ દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કરતા સમયે સારવાર દરમિયાન બેદરકારી દાખવતા હોવાના શૈલેષભાઈ રાણવા દ્વારા સીવીલ હોસ્પિટલ પર આક્ષેપો સાથે જણાવામાં આવ્યું હતું કે તેમના પત્નીને દાખલ કર્યા બાદ દોઢ કલાક સુધી કોઈ પણ સારવાર આપવામાં આવી ન હતી જ્યારે બીજે દિવસે તા.22/06/2022નાં રોજ સાંજે 9 વાગ્યે એકસપાયરી ડેટનો બાટલો ચડાવવામાં આવ્યો હોવાની ફરીયાદ નોંધાવી હતી.
જો કે ફરજ પરના નર્સ બહેનનું ધ્યાન દોરતાં અધુરો બાટલો બંધ પણ કરી દેવામાં આવ્યો હતો.
આ બાબતે સિવિલ સુપરીટેન્ડ સુશીલ કુમારને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે મને આ બાબતની ફરિયાદ મળેલ છે અને હું આ બાબતે તપાસ કરી યોગ્ય કરીશ અને જવાબદાર સામે પગલાં પણ લેવામાં આવશે તેવી ખાત્રી પણ આપી હતી.
હવે લોકમુખે સવાલ ઉઠી રહ્યા છે કે, હવે જોવાનું રહ્યું છે ખરેખર આરોગ્ય સુખાકારી માટે કાળજી રાખવામાં તંત્ર દ્વારા ગંભીરતા લેવામાં આવશે કે કેમ?

