Gujarat

વિકલાંગ વ્યક્તિઓ ને ગ્રામ પંચાયત થી  તાલુકા પંચાયત થી માંડી લોકસભા સુધી દરેક પક્ષે વિકલાંગ વ્યક્તિઓની (સીટ)  અનામત રાખવી જોઈએ  પસંદગી કરવી જોઇએ તેવી વિકલાંગોની માગણી અને લાગણી છે:

ગિરગઢડા તા 24
  ભરત ગંગદેવ…

વિકલાંગ વ્યક્તિઓ ને ગ્રામ પંચાયત થી  તાલુકા પંચાયત થી માંડી લોકસભા સુધી દરેક પક્ષે વિકલાંગ વ્યક્તિઓની (સીટ)  અનામત રાખવી જોઈએ  પસંદગી કરવી જોઇએ તેવી વિકલાંગોની માગણી અને લાગણી છે:- આખા ગુજરાતમાં અંદાજે 4થી5 ટકા વિકલાંગ વ્યક્તિ રહે છે કાર્ય કરવા માટે મનથી સક્ષમ છે જેવી રીતે મહિલા એસ.સી એસ.ટી ઓબીસી અને ચૂંટણી લડવા માટે અનામત રાખવામાં આવે છે તેવી રીતે વિકલાંગ વ્યક્તિઓને પણ ચૂંટણી લડવા માટે દરેક પક્ષ દ્વારા એક યા બે સીટો  અનામત રાખવી જોઈએ વિકલાંગ વ્યક્તિઓ પણ સક્ષમ તેમજ કાર્ય કરવામાં કુશળતા ધરાવતા હોય છે તો તેમને વિકલાંગ વ્યક્તિને દયા બાપડો બિચારો નથી પરંતુ તેને સન્માન ની જરૂર છે અને જે વિકલાંગ વ્યક્તિ ચૂંટણી લડવા માટે સક્ષમ હોય છે અને કાર્યકુશળ પણ હોય છે વિકલાંગ વ્યક્તિ નબળી નથી બસ માત્ર તેને તક ની જરૂર છે વિકલાંગ વ્યક્તિને અન્ય સાધન આપી તેની નબળાઈ લાવવાના બદલે તે પોતાનું અસ્તિત્વ બતાવી શકે એવું કંઈક થવું જોઈએ તેના માટે બેથી ત્રણ ટકા અનામત રાખવી જોઈએ દરેક પક્ષે આ બાબતે આ અંગે થોડો વિચાર કરીને ટિકિટ આપવી જોઈએ વિકલાંગ વ્યક્તિ ના ક્ષમતા અને કાર્ય કરવાની પદ્ધતિ થી બીજા નોર્મલ વ્યક્તિને પણ પ્રેરણા મળે અને રાજયના અને રાષ્ટ્ર સેવા કરવાની તક મળે તો વિકલાંગોને બેથી ત્રણ ટકા સીટો અનામત રાખવામાં આવે તેવી વિકલાંગો દ્વારા માંગણી કરવામાં આવે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *