Gujarat

જૂનાગઢની માનસીક રીતે અસ્વસ્થ યુવતી તેમનાં ઘરેથી નીકળી ગયેલ, યુવતીના પરીવારને 181 ટીમે સલામત રીતે સોંપેલ

સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢ શહેરી વિસ્તારમાંથી એક અજાણ્યા યુવતી ભદ્ર સોસાયટી એરિયામાં આવી ફરી રહ્યા હતાં. યુવતીની પરિસ્થતિ જોયા બાદ એ વિસ્તારના જાગ્રુત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં સંપર્ક કરી  ટેલિફોનીક જાણ કરતા તુરંત ૧૮૧ ની ટીમના ફરજ પરના કર્મચારી કાઉન્સેલર  તન્વીકા બેન તથા મહિલા પોલીસ કિરણબેન ગોંડલીયા  અને પાઇલોટ ઘનશ્યામ ભાઈ સહિતની ટીમ સ્થળ પર દોડી ગયા હતા. સમગ્ર પરિસ્થતિનો તાગ મેળવી વાસ્તવીકતા જાણતા મહીલા માનસિક સ્થતિ બરાબર જણાતી ન  જાણવા મળેલ. મહિલા ને મળીને સાંત્વના આપીને તેમનુ કાઉન્સેલિંગ કરતા વધુ વિગતો મેળવી તેમની બેગમાં રહેલ ડોક્યુમેન્ટનાં આધારે તેમના ઘરનું સરનામું મેળવી તેમનાં પરિવારનો સંપર્ક કરવમાં આવ્યો હતો. મહિલાના ઘરે રહેલા તેમના માતા અને ભાઈ ઘરે મળી આવ્યા હતા અને તેમને મેન્ટલ હેલ્થ કાઉન્સેલિંગ સેન્ટર વિશે  માર્ગદર્શન આપવામાં આવેલ અને યુવતીને તેમનાં પરિવાર સાથે સલામત સોંપવામાં આવી હતી. યુવતીનાં પરિવાર દ્વારા 181 ટીમની કામગિરી બિરદાવી આભાર વ્યકત કર્યો હતો.

images-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *