Gujarat

માંગરોળ બંદર વિસ્તાર ના દરીયા કિનારેથી મળ્યો નશીલા  દ્રવ્યો નું જથ્થો, ચરસ હોવાની સંભાવના,આશરે ૫૦ લાખનો જથ્થો બરામત, કાલ રાત થી ઘામા નાખી એસઓજી એટીએસ ની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું,,

 માંગરોળ બંદર વિસ્તારમાં થી ગઈ કાલે ૬ પેકેટ  મળેલ કેફી દ્રવ્ય ના  જથ્થા બાદ આજે વઘુ એક બાચકો મળતા તેમાથી વઘુ પેકેટ મળતા કુલ ૩૯ જેટલા પેકેટ મળી આવતા આશરે ૫૦ લાખની કીંમત નો જથ્થો બરામત કરવામાં આવ્યો છે, હાલ  તપાસ એજન્સીઓ માં ભાગદોડ મચી છે, આ બાબતની જાણ સમગ્ર દરીયાઈ વિસ્તારમાં થતા મરીન પોલીસ દ્રારા સૌરાષ્ટ્ર  ના દરીયાઈ વિસ્તારમાં તપાસ હાથ ઘરાતા આજે સોમનાથ દરીયા કિનારેથી ૫૦ જેટલા વઘુ પેકેટ ચરસના મળી આવતા ચકચાર મચીજવા પામી છે, હાલ મરીન પોલિસ,
એસઓજી,જીલ્લા પોલિસ વડા રવિ તેજા, એ ટી એસ વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે, મહત્વપૂર્ણ છે કે આટલા મોટા જથ્થામાં આ નશીલા ૫દાર્થ નો જથ્થો આવ્યો ક્યાંથી? તે પણ ચર્ચા નો વિષય છે, શું ખરેખર દરીયાઈ વિસ્તારમાથી કબ્જે કર્યો છે કે અન્ય જગ્યાએ થી આ જથ્થો આવ્યો છે?  તે પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે શે, પરંતુ હાલ દરીયાઈ વિસ્તારમાં વિવિધ એજન્સીઓ અને  પોલિસ વિભાગોની ટીમો દ્રારા તપાસનું ઘમઘમાટ શરુ કર્યો છે. આ સમગ્ર તપાસ ઉપર સીઘી દેખરેખ ઝાબાંજ જુનાગઢ જીલ્લા પોલીસ વડા રવી તેજા સાહેબ રાખી રહ્યા છે,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220803-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *