આઝાદીકા અમૃત મહોત્વ અન્વયે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આઠ મહાનગર પાલિકામાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન છે. જે અન્વયે હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે જૂનાગઢમાં જિલ્લા વહિવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ સહિતના વિભાગો દ્વારા વિશાળ તિરંગા યાત્રા તા.૧૧.૮.૨૨ ના સવારે ૧૦.૩૦ કલાકે બહાઉદિન કોલેજ ખાતેથી મહાનુભાવો દ્વારા ઝંડી આપીને પ્રસ્થાન કરાવાશે. આ યાત્રા કૃષિ યુનિ. ખાતે ૧૧.૩૦ કલાકે વિરામ પામશે. આ ઉપરાંત તા.૧૧ ના જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પણ આ યાત્રા નિકળશે.
આ હર ધર તિરંગા યાત્રાના સુચારૂ આયોજનને આખરી ઓપ આપવા માટે કલેટકરશ્રી રચિત રાજે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી જરૂર માર્ગદર્શન આપ્યુ હતું. આ યાત્રામાં પોલીસ બેન્ડ, શાળા, કોલેજના યુવાનો વગેરે ભાગ લેશે. તેમજ ધોડા, બાઇક, સાઇકલ રેલી નિકળશે. આ યાત્રા દરમિયાન મહાનુભાવોની ઉપસ્થિતીમાં હર ધર તિરંગાના ગીતનું લોન્ચીંગ કરાશે. સંકલ્પપત્રનું વાચન થશે. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરિખ, અધિક નિવાસી કલેકટરશ્રી વી.પી. બાંભણિયા સહિતના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
