Gujarat

જૂનાગઢ જિલ્લામાં ઈ- શ્રમ કાર્ડ માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી

 જૂનાગઢ જિલ્લામાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને કેન્દ્ર-રાજ્ય સરકારની જુદી જુદી કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકે તે માટે કલેક્ટરશ્રી રચિત રાજના માર્ગદર્શનમાં ઈ શ્રમ કાર્ડ કઢાવવાની કામગીરી તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે પૂરજોશમાં કરવામાં આવી રહી છે.

    હાલમાં જૂનાગઢ જિલ્લામાં ૨ લાખથી વધુ કર્મયોગીઓના ઈ – શ્રમ કાર્ડ પહોંચાડવામાં આવ્યા છે. તા.૩૦-૮-૨૦૨૨ના રોજ જનસેવા કેન્દ્ર, સેલ્ફ રજીસ્ટ્રેશન અને સ્થાનિક કક્ષાએથી ૫૪૨ શ્રમિકોના ઈ- કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે.

     કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનો ડેટા બેઝ બનાવી તેમને સરળતાથી સામાજિક સુરક્ષા સહિતની યોજનાઓનો લાભ આપી શકાય. આ માટે ઝુંબેશ સ્વરૂપે જૂનાગઢ જિલ્લામાં કામ કરવામાં આવી રહ્યું છે. આ કાર્ડ મેળવવા માટે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને નિયત આધાર પુરાવા સાથે સ્થાનિક તંત્રનો સંપર્ક કરી અથવા ઓનલાઇન ઈ – શ્રમ કાર્ડ કઢાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દીકરીઓને ‘ખાલી હાથે’ સાસરે નથી મોકલતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *