ભારત સરકારના પે જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૫ મી સપ્ટેમ્બર થી તા.૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કેમ્પેઈનની ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખના માર્ગદર્શન તેમજ જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જુનાગઢના નિયામક શ્રી પી. જી. પટેલના નેતૃત્વમાં જૂનાગઢ જિલ્લાના ગામોમાં સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હતી. જેમાં શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા રેલી, સ્વચ્છતાલક્ષી ચિત્ર સ્પર્ધા, ગ્રામજનો દ્વારા જાહેર સ્થળોની સફાઈ, સરપંચ શ્રી સાથે યોજના લક્ષી સંવાદ વગેરે પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
સ્વચ્છતા હી સેવા કેમ્પેઈન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતાને મહત્વ આપતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ, ઘરેલું કચરાનું જૈવિકતા અને અજૈવિક કચરા તરીકે વિભાજન,જૈવીક કચરામાંથી ખાતર તૈયાર કરવું, અજૈવિક કચરાનું વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ, પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન, પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ બંધ કરી જ્યુટ અને કાપડની થેલી અપનાવી જેવી બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
