Gujarat

જૂનાગઢ જિલ્લા પંચાયત આઈસીડીએસ દ્વારા સ્વસ્થ બાળક સ્પર્ધા નું આયોજન કરાશે

જૂનાગઢ,તા.૨  જૂનાગઢ જિલ્લા પંચાયતના આઇસીડીએસ શાખા દ્વારા સ્વસ્થ બાળકની સ્પર્ધાનું આયોજન  આંગણવાડીઓમાં કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લા પંચાયત તાંબા હેઠળની કુલ ૧૨૪૯ આંગણવાડીમાં નોંધાયેલ તેમજ ન  નોંધાયેલ ૦  થી ૬ વર્ષની વય જૂથના તમામ બાળકોના વજન અને ઊંચાઈ આંગણવાડી કેન્દ્રો ખાતે તારીખ ૧૫/૯/૨૦૨૨  સુધી કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્ય શ્રી, પ્રમુખશ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમજ વડાપ્રધાનશ્રી ના સહી પોષણ દેશ રોશનના  વિચારને ચરિતાર્થ કરવા માટે બાળકોમાં આરોગ્ય અને પોષણની સ્થિતિ સુધારવા લોકોની સહભાગીતા સાથે આ સ્પર્ધાનું આયોજન થનાર છે. એમ જૂનાગઢ જિલ્લા પંચાયત આઈસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *