રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.દ્વારા જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાંથી જુગારનો અખાડો ઝડપાયો હતો. જેમાં રોકડા રૂ.૭૧,૩૦૦,મોબાઈલ,૯, ૧ મોટર સાયકલ, ૧ ફોર વ્હીલ મળી રૂ. ૨,૨૯,૩૦૦ ના મુદ્દામાલ સાથે ૧૦ શખ્સો ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પી. આઈ. વી. વી. ઓડેદરા તેમજ પી.એસ.આઈ. એસ.જે. રાણા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવાએ બાતમીના આધારે જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા
વિજયભાઈ દેવશીભાઈ રાદડીયા,રાકેશ વ્રજલાલભાઈ સેજલીયા,ગીરીશભાઈ મનસુખભાઈ રાદડીયા,
ધનશ્યામભાઈ ગોવિદભાઇ સેજલીયા,ચંદુભાઈ પોપટભાઈ પાદરીયા,નિલેશભાઈ હરીભાઈ સેજલીયા,ઉપરનાં તમામ રહે મડલિકપુર ધર્મન્દ્રભાઈ ખીમજીભાઈ સાકરીયા,
ભાવેશભાઈ જમનભાઈ પટોડીયા,હીતેશ ઉર્ફ ઈતલો ખેંગારભાઈ સાંસલા,ગોવિદ ઉર્ફ ગોવો રમેશભાઈ રામોલીયા તમામ રહે સરધારપુર વાળાઓ ને રોકડ રકમ ૭૧,૩૦૦ મોબાઈલ નગ ૩ તેમજ ૧ મોટર સાઇકલ ફોર વ્હીલ કાર, મળી કુલ રૂ. ૨,૨૯,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

