Gujarat

સાવરકુંડલામાં શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી (પૂ.દાદાશ્રી)નો ૧૦૬ મો પ્રાગટ્ય દિન ઉત્સવ ઉજવાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા મહાપ્રભુજીની બેઠક ખાતે અખંડ ભુમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠના ગૃહાધિપતિ , નિ. લી. પ.પૂ.ગૌ
પૂ.૧૦૮ શ્રી વૃજજીવનલાલજી મહારાજ શ્રી તથા પૂ.108 શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી (પૂ.રાજુબાવાશ્રી)ની આજ્ઞા અને આશીર્વાદ થી  નિ. લી. પ.પૂ.ગૌ
પૂ.૧૦૮ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી(પૂ.દાદા શ્રી)નો ૧૦૬મો પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે પલના, રાજભોગમાં તિલક આરતી,નંદ ઉત્સવ,રાજભોગ મા પૂ.પા. ગૌ ૧૦૮ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી (પૂ.દાદાશ્રી)ના ચિતરજીને તિલક, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉત્સવમાં
વિજયકુમાર વસાણી,રાજુભાઇ શીંગાળા, અષ્ટકાંતભાઈ સુચક, વિનુભાઈ રૂપારેલ,હસુભાઈ વડેરા, અરવિંદભાઈ ખીમાંણી, અનંતરાય ગઢિયા,વલ્લભભાઈ રાદડિયા, કાંતિભાઈ પાંચાણી,કિર્તીભાઈ રૂપારેલ, કનુભાઈ મિસ્ત્રી,રસિકભાઈ ચુડાસમા,મુકુંદભાઈ ચંદારાણા સહિતની ઉપસ્થિતિમાં ઉત્સવ ઉજવાયો હતો.

IMG-20220831-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *