Gujarat

જેતપુર પછાત વિસ્તારમાં બાળકોને સરકાર અને તંત્ર દ્રારા અન્યાય બે મહિનાથી આંગણવાડી બંધ..

આંગણવાડી કાર્યરત કરવા મહિલાઓની માંગ સાથે સૂત્રોચ્ચાર..
જેતપુર તંત્રની ઘોર બેદરકારીના પાપે  છેવાડાના વિસ્તારો વિકાસ માટે રીતસર વલખા મારી રહ્યા છે.અને પાયાની સુવિધાઓ આજદિન સુધી નથી મળી. એ ગંભીર બાબત તંત્ર માટે શરમજનક છે.
જેતપુરના નવાગઢનાં લઘુમતી વિસ્તારમાં બે મહિનાથી આંગણવાડી કેન્દ્રને અલીગઢી તાળા હોવાથી ગરીબ બાળકો અને સર્ગભા સ્ત્રીઓ સરકારની યોજનાના લાભથી વંચિત રહી જાય છે.આ આંગણવાડીની ફરતે કચરાના ઢગ તથા કાદવ કીચ્ચડનું સામ્રાજ્ય જાેવા મળે છે.જાેકે હાલમાં આંગણવાડી બંધ છે પરંતુ જાેકે બારે માસ આંગણવાડી પાસે ગંદકી છવાયેલી રહેતી હોવાથી ભારે દુર્ગંધ મારે છે.જેને લઈને સ્થાનિકો મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
જેતપુરના નવાગઢમાં આવેલ લઘુમતી વિસ્તારની મહિલાએ કહ્યું હતું કે આંગણવાડી છેલ્લા બે મહિનાથી બંધ હોઈ જેને કારણે આ વિસ્તારમાં રહેતા નાના બાળકો પાયાથી જ શિક્ષણથી વંચિત રહી રહ્યા છે. તેમજ આ આંગણવાડી જર્જરિત હાલતમાં હોય તેમ છતાં સ્થાનિકો પોતાના બાળકોને ભણવા માટે મોકલી રહ્યા હતા પરતું બે મહિનાથી બંધ હોઈ તેમજ આ આંગણવાડીની ફરતે કચરાના ઢગ તથા કાદવ કીચ્ચડનું સામ્રાજ્ય હોઈ જેથી વ્હેલી તકે આ આંગણવાડી ચાલુ કરવામાં આવે તેમજ આ આંગણવાડી જર્જરિત હાલતમાં હોય જેથી બાળકોનાં ભવિષ્ય માટે તંત્ર વ્હેલી તકે આંગણવાડી ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી..
આ બાબતે સીડીએસ અધિકારીને પૂછતા જણાવ્યું હતું કે આ આંગણવાડી અમારા હેન્ડથી બની નથી આ આંગણવાડીનું નિર્માણ જેતપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે તેમજ આ આંગણવાડીની નવી જગ્યા ફાળવવામાં આવેલ છે જેથી વહેલી તકે નવી આંગણવાડી બનશે તેમજ આંગણવાડી છેલ્લા બે મહિનાથી વર્કર તેમજ હેલ્પર જગ્યા ખાલી હોઈ જેથી આ જગ્યા પર ઓનલાઇન ભરતી બહાર પાડવામાં આવી હોઈ.જેથી વ્હેલી તકે આ આંગણવાડી કાર્યરત કરવામાં આવશે.તેમજ જે મહિલા સ્થાનિકોએ સ્વચ્છતા બાબતે આક્ષેપો કર્યો છે.તે બાબતે સીડીપીઓએ સ્પષ્ટતા કરતા જ કહેલું સ્થાનિકો જ આંગણવાડી આજુબાજુના લોકો ગંદકી કરતા હોઈ છે.જેથી વ્હેલી તકે આ આંગણવાડી પુરવર્ત કરીશું
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220330-193600__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *