જેતપુરના રબારીકા ચોકડી અને પેઢલા પાસે સતત અકસ્માત ને લઈને ઓવર બ્રીજ બનાવાની માંગ
જેતપુર-પોરબંદર નેશનલ હાઇવે ઉપર ઓવર બ્રીજ જરૂરી
ઓવર બ્રીજના અભાવે અનેક એક્સીડેન્ટ અને મોત થઇ ચુક્યા છે
જેતપુર થી પોરબંદરના નેશનલ હાઇવે ઉપર જેતપુર પાસે રબારીકા ચોકડી અને આગળ પેઢલા ગામ પાસે ઓવર બ્રીજની ખુબજ જરૂરિયાત છે. જેને લઈને જેતપુરના ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને અહીં બંને જગ્યા ઉપર ઓવર બ્રીજનું નિર્માણ થાય તેવી માંગ કરેલ છે જેને લઈને અહીં થતા અકસ્માતોનું નિવારી શકાય.
રાજકોટ જિલ્લાના પીઠડીયા થી શરૂ થતા અને પોરબંદર સુધી જતા નેશનલ હાઇવે જેતપુરના રબારીકા ચોકડી પાસે અંડર બ્રીજ આવેલ છે અને આ બ્રીજ નીચે થી રોજ હજારો વાહનો પસાર થાય છે સાથે તે અહીં થી 10 જેટલા ગામો ને પણ જોડે છે. ચોમાસા દરમિયાન અહીં અંદર બ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઇ જાય છે, જેને લઈને મોટી મુશ્કેલી સર્જાઈ છે, સાથે સાથે નેશનલ હાઇવે પસાર કરવામાં રાહદારીઓને મોટી મુશ્કેલી સાથે જોખમ પણ વધી જાય છે, જેને લઈને અહીં અકસ્માત થતા રહે છે, અને અનેક લોકોને જીવ થી જવું પડ્યું છે.
આવી જ બીજ જગ્યા જે જેતપુરથી માત્ર 6 કિલોમીટર દૂર આવેલ પેઢલા પાસેની તત્કાલ હનુમાન ચોકડી છે. અહીં એક્સિડન્ટ એ સામાન્ય બાબત છે અને એક્સીડેન્ટ માં મોત પણ એક સામાન્ય બાબત બની ગઈ છે, જેતપુરની આ તત્કાલ હનુમાન ચોકડી પાસે ઓવર બ્રીજ છે પરંતુ તે માત્ર જૂનાગઢ જવા માટેનો છે જયારે પોરબંદર તરફ થી પેઢલા ગામ તરફ થી આવતા કોઈ યોગ્ય રોડનું આયોજન નથી, જેને લઈને અહીં ટ્રાફિક સાથે રોડ ઉપર વાહન ચલાવું મુશ્કેલ અને જોખમી થઇ ગયુ છે,
પેઢલા થી જેતપુર તરફ આવતા નેશનલ હાઇવે ઉપર વાહન ચાલકો માટે મોટું જોખમ સર્જાઈ છે અને અવારનવાર અકસ્માત થતા રહે છે, ગત રોજ અહીં એક ઓવર સ્પીડમાં આવતા ટ્રકે એક મોટર સાયકલ સવારને હડફેટે લેતા જીવ ગયો હતો.
અહીં બંને જગ્યા એ ઓવર બ્રીજ બને તે માટે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન નેશનલ હાઇવે ઓથોરિટી, કેન્દ્ર સરકાર અને સાંસદ સુધી તમામ ને રજુઆત કરી ચુક્યા છે પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી ત્યારે સરકાર તાત્કાલિક અહીં ઓવર બ્રિજ બનાવે તે જરૂરી છે.
તાજેતરમાં જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશનના પૂર્વપ્રમુખશ્રી મનસુખભાઇ ખાચરીયા તથા વર્તમાન પ્રમુખશ્રી જયંતિભાઇ રામોલીયા તેમજ સેક્રેટરીશ્રી ચેતનભાઇ જોગીએ નવી દિલ્હી મુકામે મુલાકાત વખતે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના કેબીનેટ મંત્રીશ્રી નિતિનભાઇ ગડકરીને રૂબરૂ મળીને જેતપુરના નેશનલ હાઇવેને લગતા પ્રશ્નોની વિગતવાર રજુઆત કરેલ છે.
બોક્સ:-
જેતપુર પાસે ના આ રબારીકા ચોકડી અને પેઢલા પાસે છેલ્લા એક વર્ષની અંદર અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. પેઢલા પાસે 1 મહિના માં ટ્રક સાથે મોટર સાયકલના એક્સીડેન્ટમાં 4 લોકો મોતને ભેટ્યા છે, એક વર્ષની અંદર થયેલ એક્સિડેન્ટમાં મૃત્યુનો કોઈ ચોક્કસ આંકડો મળતો નથી.
બોક્સ:-
છેલ્લા 2 વર્ષ માં જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશન અને અનેક ગ્રામ્ય સંસ્થા અને ગામ લોકો દ્વારા અનેક લેખિત અને મૌખિક રજુઆત થયેલ છે પરંતુ કોઈ નક્કર પરિણામ મળેલ નથી, આથી નેશનલ હાઇવે ઉપર ના ગામના લોકો જો ઓવર બ્રિજના બને તો લડાયક મૂડમાં છે અને આંદોલન કરશે.
હરેશ ભાલીયા જેતપુર


