બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં શહેરના રાજમાર્ગો પર લાંબી શોભાયાત્રા નીકળી
આજના કલુષિત કાળમાં વિશ્વફલકે અક્ષરધામ જેવા 1300 થી અધિક મંદિરો રચીને વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે માનવ ઉત્કર્ષનું યુગકાર્ય કર્યું છે. તેઓએ રચેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર એટલે એક એવું તીર્થસ્થાન જ્યાં બાળકો શિક્ષણ અને સંસ્કારના પાઠ શીખે છે, યુવાનો સેવા અને સંયમથી ઉજ્જવળ ભાવિ ઘડે છે, વડીલો સત્સંગ અને સુહ્યદભાવથી સ્થિરતા ધરે છે, મહિલાઓ ભક્તિ અને સંસ્કૃતિના શણગાર સજે છે, જ્યાં પર્વો-ઉત્સવોની ઉજવણી દ્વારા હિંદુ સંસ્કૃતિનું સંવર્ધન થાય છે.આ વર્ષે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી જેતપુર જુનાગઢ રોડ ખાતે મદિરનું નિર્માણ થયેલ છે. આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે આજે ભવ્ય વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજયો હતો તેમજ સાંજે 4 થી 7 દરમ્યાન જેતપુરના રાજમાર્ગો પર ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી પ.પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા પૂજિત થયેલ મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ, બી.એ.પી.એસ.ના વરિષ્ઠ અને વિદ્વાન સંતોના વરદ હસ્તે સંપન્ન થશે.
પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાયો હતો . બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતોની ઉપસ્થિતિમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ કરાવવામાં આવ્યો હતો. જેમાં કુલ 132 યજ્ઞકુંડમાં 1056 યજમાનો હિંદુધર્મની વૈદિક પરંપરા સાથે આ યજ્ઞવિધિમાં જોડાયા હતા.
હરેશ ભાલીયા જેતપુર


