દાહોદ
ગરબાડા તાલુકાના વડવા ગામે રહેતો પ્રતાપ સમસુભાઈ બિલવાળ જેસાવાડા પોલીસ મથકે આવ્યો હતો. તેણે આર.ટી.આઈ. કરનાર અરજદાર વિરૂદ્ધ તમો પોલીસ મથકે ગુનો દાખલ કરી દો, તેમ કહી જેસાવાડા પોલીસ મથકે ભારે ધિંગાણું મચાવી પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તુણું કરી બેફામ ગાળો બોલી હતી. પોતાના મોબાઈલ ફોનમાં પ્રતિબંધીત પોલીસ વિસ્તારમાં રેકોર્ડીંગ કરતાં આ સંબંધે જેસાવાડા પોલીસ મથકે ફરજ બજાવતાં એ.એસ.આઈ. નવઘણભાઈ સરતાનભાઈ દ્વારા સરકારી કામમાં રુકાવટ કરનાર પ્રતાપભાઈ સમસુભાઈ બિલાવાળ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકે એક શખ્સે પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યુ હતુ. આ વ્યક્તિએ કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.


