ડાંગ
ડોનએ ગુજરાતના દક્ષિણ છેડે આવેલ ડાંગ જિલ્લાનું ગામડું છે, જે લગભગ દરિયાઈ સપાટીથી ૧૦૦૦મીટરની ઊંચાઈએ આવેલ છે. સાપુતારા પછી તે રાજ્યનું બીજું હિલ સ્ટેશન છે અને અગાઉના કરતાં પણ ઊંચાઈમાં છે. ડોનની એક દિવસની સફર હિલ સ્ટેશનની સમૃદ્ધ જૈવ-વિવિધતાને કેપ્ચર કરવા માટે પૂરતી છે. અહીંનું વાતાવરણ ચાલુ વરસાદમાં આહલાદક બનતા અદ્ભુત દૃશ્યો સર્જાય છે. પૌરાણિક યોદ્ધા અને ગુરુ દ્રોણાચાર્યના નામ પરથી નામ ડોન આપવામાં આવ્યું. ડોન હિલ સ્ટેશન લગભગ ૧૨૦૦ની આદિવાસી વસતિ ધરાવતું એક શાંત ગામ છે. ડોન આહવાથી ૩૦ અને સુરતથી ૧૫૦ કિમીના અંતરે આવેલુ છે. જ્યાં ચોમાસાથી લઇ દિવાળી સુધીની સીઝનમાં સૌંદર્ય પથરાયેલું હોય છે. હાલમાં વિકસિત થતું આ નવું હિલ સ્ટેશન સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ડોન થી લગભગ ૩.૫ કિમીના અંતરે ડોન વોટર ફોલ આવેલો છે. જે ખુબજ સુંદર છે, જ્યાં ૨.૫નું અંતર કાપી બાકીનું અંતર ચાલીને જવું પડે છે. ટ્રેકિંગ અને કેમ્પ માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે.

