Gujarat

મોરબીના જૂના ઘુંટુ ગામમાં ચોરો ૧.૯૫ લાખની ચોરી કરી ફરાર

મોરબી
મોરબી તાલુકાના જૂના ઘુંટુ ગામે આંબેડકરનગરમાં રહેતા અને બાંધકામ લેબર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા પ્રવિણભાઇ કરશનભાઇ ઝાલા અને તેમનો પરિવાર નિત્યક્રમ મુજબ કાળઝાળ ગરમીને કારણે અગાશીમાં સુવા ગયો હતો. જ્યાં સવારે જાગીને નીચે આવતા મકાનના નકુચા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યાનું સામે આવ્યું હતું. વધુમાં પ્રવિણભાઇ કરશનભાઇ ઝાલાએ ચોરીના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ તેમના મકાનની તિજાેરીમા રાખેલા રોકડા રૂપિયા ૮૫ હજાર, બે સોનાની વીંટી કિંમત રૂપિયા ૭૪ હજાર ૩૦૦, એક સોનાની ચેઇન કિંમત રૂપિયા ૨૭ હજાર ૨૦૦ તથા ચાંદીના પગના ૨ સાંકળા કિંમત રૂપિયા ૮૯૩૦ સહિત કુલ રૂપિયા ૧ લાખ ૯૫ હજાર ૨૫૦ના મુદ્દામાલની ચોરી કરી જવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ગુનો દાખલ કરી તસ્કરોની ગેન્ગને ઝબ્બે કરવા સઘન તપાસ શરૂ કરી છે.મોરબી તાલુકાના જૂના ઘુંટુ ગામમાં અસહ્ય ઉકળાટના માહોલમાં અગાશી ઉપર નિરાંતની ઊંઘ માણવા ગયેલા પરિવારને સૂતો રાખી તસ્કરો મકાનના નકુચા તોડી રૂપિયા ૮૫ હજાર રોકડા તેમજ દાગીના ચોરી ગયી હતા. તસ્કરો કુલ રૂપિયા ૧ લાખ ૯૫ હજાર ૨૫૦ની માલમત્તાની ચોરી કરી જતાં મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *