Gujarat

ડીસામાં દોઢ વર્ષ પહેલાં કિશોરી પર દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસીની સજા

પાલનપુર
ડીસામાં દોઢ વર્ષ અગાઉ શખસે ૧૧ વર્ષીય મૂકબધિર કિશોરીનું અપહરણ કરી અવાવરૂ જગ્યામાં લઇ જઇને દુષ્કર્ણ આચર્યું હતું. ત્યાર બાદ સગીરાનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. આરોપી સામે પોક્સો ૩૭૬, ૩૦૨ મુજબ ગુનો નોંધાયો હતો. માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં કોર્ટે કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપી છે. ડીસામાં ૧૧ વર્ષીય મૂકબધિર કિશોરીનું શખસે ૧૬-૧૦-૨૦૨૦ના રોજ અપહરણ કર્યું હતું. તેનું અપહરણ થયા બાદ પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી હતી, પરંતુ ક્યાંય પત્તો ન લાગતાં આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરતાં એક શખસ કિશોરીને લઇ જતો જાેવા મળ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતાં ડીસાથી દૂર દાંતીવાડા તાલુકામાંથી કિશોરીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. એમાં કિશોરીનું માથું ધડથી અલગ હતું. આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં નીતિન માળી નામના આરોપીની ધરપકડ કરી હતી. નીતિન માળીની ધરપકડ બાદ ૧૬ માસ સુધી ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો અને તેમાં ૫૮ સાક્ષી જુબાની અને ૫૦ જેટલી તારીખો પડ્યા બાદ ૫૧મી તારીખના ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટના જજ બી.જી. દવેએ આરોપી નીતિન માળીને આ ઘટનામાં કસૂરવાર ઠેરવીને એક મૂકબધિર બધીર કિશોરીનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી ર્નિદયતાપૂર્વક હત્યા કરવા બદલ ફાંસીની સજા ફટકારી છે. ડીસામાં દુષ્કર્મની ઘટનામાં ફાંસીની સજા ફટકારવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના છે. મૂકબધિર કિશોરીનાં પરિવારજનોએ ન્યાયની માગ કરી રહ્યા હતા અને અગાઉ પણ આ ઘટનાને અંજામ આપનાર નીતિન માળીને માત્ર ને માત્ર ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા હતા. આ કિશોરીનાં પરિવારજનો અને તે જે શાળામાં અભ્યાસ કરતી હતી એનાં આચાર્યા અને તેના સાથી વિદ્યાર્થી મિત્રો પણ ડીસા કોર્ટ ખાતે પહોંચી ગયાં હતાં. આજે ડીસા કોર્ટની બહાર જ આરોપી નીતિન માળીને ફાંસીની સજા કરવાનાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. અંતે, કોર્ટે આરોપીને ફાંસીની સજાનો હુકમ કરતાં મૂકબધિર કિશોરીનાં પરિવારજનો ભાવુક થઈ ગયાં હતાં. મૂકબધિર બાળાના હત્યારાને ફાંસીની સજા આપવામાં આવતાં તેમણે ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.બનાસકાંઠા જિલ્લાના ડીસામાં દોઢ વર્ષ અગાઉ મૂકબધિર કિશોરીરા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નીતિન માળી નામના આરોપીને ડીસા એડિશનલ સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ડીસા કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ આરોપીને ફાંસીની સજા અપાઇ છે.

The-mother-of-two-ate-the-traps.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *