Gujarat

ડીસા રઘુવંશી લોહાણા સમાજના નિષ્ઠાવાન કાર્યકરનું થયેલ દુઃખદ નિધન 

 ગિરગઢડા
 ભરત ગંગદેવ…
     ગંગોત્રી-યમનોત્રી સહિત ચાર ધામની યાત્રાએ તાજેતરમાં ડીસાથી એક ગ્રુપ ગયું હતું જેમાં  શંભુલાલ સેજાણી /ઠકકર અને તેમનાં ધર્મપત્ની રક્ષાબેન પણ જોડાયાં હતાં.જાણવા મળ્યા મુજબ ગંગોત્રી ધામમાં હવા વધારે પાતળી હોવાને લીધે તેમજ શંભુલાલ બી.પી./ડાયાબીટીસના દર્દી હોવાને લીધે વાતાવરણની અસર થતાં ઘટનાસ્થળે જ તેમનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.આ સમાચાર ડીસા પહોંચતાં ડીસાના સમસ્ત રઘુવંશી લોહાણા સમાજમાં આઘાતની લાગણી પ્રસરી હતી.તેમના નિવાસસ્થાને તેમના સુપુત્ર ગોપાલભાઈને સાંત્વના પાઠવવા ખૂબ મોટી સંખ્યામાં સ્નેહીજનો દોડી આવ્યા હતા.રઘુવંશી લોહાણા સમાજ, જલારામ સત્સંગ મંડળ,સ્વામિનારાયણ મંદિર, રામચરિત માનસ મંડળ એમ વિવિધ સંસ્થાઓ સાથે શંભુલાલ ઠકકર ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હોવાથી દરેક સંસ્થાએ દુખદ લાગણી અનુભવી છે.તેમની અંતિમવિધિ હરિદ્વાર મુકામે જ કરવાનો નિર્ણય પરિવાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *