Gujarat

તાડીયાઘોડા અને નાગરવાડા ગામ પાસે ઉચ્છ નદી ના કિનારા ના ખેતરો ના ઊભો પાક ધોવાયા  

નાગરવાડા અને તાડીયાઘોડા પાસે ઉચ્છ નદી ના પ્રવાહ ના કહેર થી ખેતરોનો ઊભો પાક ધોવાયો.ખેડૂતોની હાલત દયનીય.
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો.ત્યારે સંખેડા પાસેથી પસાર થતી ઉચ્છ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.આ નદીના કિનારે આવેલા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફળી વળ્યું હતું.ખેડૂતોનો ઉભો પાક જેવો કે કપાસ. કેળ. ડ્રિપની લાઈન..નદી કિનારાના ખેડૂતોના ખેતરો મેદાનમા ફેરવાઈ ગયા છે. ખેતરોમાં રેતી આવી ગઈ છે.આ ખેડૂતોએ વાવેતર કરવા માટે બેંક માંથી લોન લઈ અને ઘરના ઘરેણાં ગીરવે મૂકીને ખેતી કરી હતી.બીજા ખેડૂતના ખેતરમાં કેળનું વાવેતર કરવામાં આવ્યું હતું.એમના ખેતરમાં 2000 જેટલા કેર ના રોપા નો ઉભો પાક પણ તણાઈ ગયો છે.હવે આ ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે કોઈ સહાય આપવામાં આવે સરકાર આ ખેડૂતોની વ્હારે આવે અને સહાય આપે તે જરૂરી બન્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220714-140023_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *