Gujarat

તા.૦૯/૦૯/૨૦૨૨ સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી તથા બંધ કવરમાં ભાવની ઓફર કામકાજી સમય દરમિયાન નાયબ કલેકટર કચેરી ખાતે રજૂ કરવી  

સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ 

વહીવટી તંત્ર દ્વારા વેરાવળનાં સરકારી સર્વે નં.૧૫૩૭/પૈ.૧/પૈ.૧ની જમીન હુકમ નં.જમીન/વશી/૧૮૬૬/૨૦૧૯, તા.૨૭/૦૫/૨૦૧૯ થી તાલુકા કક્ષાના રમત-ગમતનાં મેદાન માટે નીમ કરેલ જમીન ચો.મી ૧૨૩૭૬–૦૦ આગામી નવરાત્રીનાં તહેવાર (ગરબી) માટે તેમજ શરદપૂનમ મહોત્સવ માટે ભાડાપટ્ટે આપવા રસ ધરાવતી વ્યકિત/સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. રસ ધરાવતી વ્યકિત/સંસ્થાએ જમીન ભાડાપટ્ટે મેળવવા માટે તા.૦૯/૦૯/૨૦૨૨ શુક્રવાર-સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી તથા બંધ કવરમાં ભાવની ઓફર નાયબ કલેકટર કચેરી, વેરાવળ ખાતે કચેરી સમય દરમિયાન રજૂ કરવાની રહેશે.

ધારાધોરણ અનુસાર તમામ માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવાનો રહેશે. તેમજ સવાલવાળા સ્થળનો કોઈપણ પ્રકારનો વ્યાપારીક ઉપયોગ કરી શકાશે નહી કે કોઈપણ પ્રકારનાં વ્યાપારીક સ્ટોલ ઉભા કરી શકાશે નહીં. સરકારીશ્રીની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ સવાલવાળી જમીનની દર એક હજાર ચો.મી. અથવા તેના ભાગ માટે પ્રતિ દિન રૂ.૩૬/− લેખે ભાડાનાં દરથી આપવાની થાય છે. તેમજ એક કરતા વધુ વ્યકિત/સંસ્થાની માંગણીઓ પરત્વે જે વ્યક્તિ/સંસ્થા તરફથી મહત્તમ રકમ સરકારશ્રીમાં ભરપાઈ કરવા ઓફર કરવામાં આવશે તેમને નવરાત્રી/શરદ પૂનમના તહેવારો માટે ગરબીનું આયોજન કરવા ઉકત જમીન ભાડાપટ્ટે આપવા માટે ધોરણસરની મંજુરી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રસ ધરાવતી વ્યકિત/સંસ્થાએ નવરાત્રીના દિવસો તથા શરદ પૂનમના દિવસ માટે અલગ-અલગ અરજી માંગણી કરવાની રહેશે. નવરાત્રી મહોત્સવ તેમજ શરદપૂનમ મહોત્સવની નેગોશીયેશન મીટીંગ તા. ૧૨/૦૯/૨૦૨૨, સોમવાર ના રોજ સમયઃ-૧૬: ૦૦ કલાકે તેમજ ૧૭ : ૦૦ કલાકે નાયબ કલેકટર કચેરી, વેરાવળ ખાતે રાખેલ છે. નેગોશીયેશન મીટીંગના દિવસે અરજકર્તાઓની હાજરીમાં રજુ થયેલ બંધ કવરો ખોલવામાં આવશે. જેથી અરજકર્તાઓએ તેમના આઈડેન્ટીટી પ્રૂફ સાથે હાજર રહેવાનું રહેશે.

સ્થાનિક પરિસ્થિતિ ધ્યાને લઈ માંગણીદારોને જમીન ભાડાપટ્ટે આપવી કે નહી? તેનો નિર્ણય કરવાનો અધિકાર અબાધીત રહેશે. તેમ વેરાવળ નાયબ કલેકટર કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *