Gujarat

દાહોદમાં એક યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું

દાહોદ
દાહોદ તાલુકાના એક ગામે ૩૬ વર્ષિય પરિણિતાને એક યુવકે લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ પરિણિતાને પત્ની તરીકે રાખવા સારું તેણે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુર્જાયું હતું. જેથી પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. દાહોદ તાલુકાના વરમખેડા ગામે પટેલ ફળિયામાં રહેતો મુકેશ મડિયાભાઈ દાહોદ તાલુકામાં રહેતી એક ૩૬ વર્ષીય પરિણીતાના પરિચયમા આવ્યો હતો. ત્યારબાદ હું તને પત્ની તરીકે રાખીશ અને તું તારા પતિથી છૂટાછેડા લઈ લે, કહી પરિણીતાને લગ્નની લાલચ આપી હતી. તેમજ અવારનવાર પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત તું મને છોડી દઈશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો. જેને લઈ દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *