Gujarat

દિકરીના જન્મથી એક વર્ષ સુધીમાં  યોજનાનો લાભ મેળવવા  કરવાની રહેશે અરજી

જૂનાગઢ જિલ્લામાં વહાલી દીકરી યોજના હેઠળની ૭૦૨૪ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળ દિકરીઓના શિક્ષણ સહિતના સર્વાંગી વિકાસ માટે ધોરણ-૧માં અને નવમાં પ્રવેશ વખતે અનુક્રમે રૂ.૬૦૦૦ અને રૂ.૯૦૦૦ આપવામાં આવે છે. ઉપરાંત દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે ૧૮ વર્ષ પૂર્ણ થયે રૂ. ૧ લાખની મતદાર સહાય આપવામાં આવે છે.

દિકરીઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આગવા અભિગમ સાથે તબક્કાવાર સહાય ચૂકવવામાં આવશે. એટલે જૂનાગઢ જિલ્લાના દરેક વાલીઓ કે, જેમના ઘરે દિકરીનો જન્મ થયો છે, તેઓ એક વર્ષની અંદર વહાલી દિકરી યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવા જિલ્લાના મહિલા અને બાળ અધિકારી શ્રી જીગર જસાણીએ અનુરોધ કરતા તેમ જણાવ્યું હતું.

દિકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે સાથો સાથ તેમનો શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે, દિકરીઓના જન્મને પ્રોત્સાહન મળે, બાળ લગ્ન અટકે અને સમાજમાં દિકરી-મહિલાઓનું સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ થાય તેવા શુભાષય સાથે રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે.

વહાલી દિકરી યોજના હેઠળ લાભ મેળવવા માંગતા દંપતિની (પતિ-પત્ની સંયુક્ત વાર્ષિક આવક) રૂ. ૨ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. તેમજ આ યોજનાનો લાભ દંપતીને પ્રથમથી ત્રણ દીકરીઓ સુધી મળવા પાત્ર છે. સાથે દિકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઈએ.

ઉપરાંત વહાલી દિકરી યોજનાનો લાભ તા.૨-૮-૨૦૨૨ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને જ મળવા પાત્ર છે. સાથે દીકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમુનામાં આધાર પુરાવા જોડી અરજી કરવાની રહે છે. તેમ શ્રી જસાણીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *