Gujarat

    દીકરી વહાલનો દરિયો ઉક્તિ ને સાર્થક કરી બતાવતી બોડેલીની નાની શાંતાબેન પ્રજાપતિની બે નવાસીઓ એક ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં માસ્ટર ઓફ આર્ટનો અભ્યાસ કરે છે જ્યારે બીજી નવાસી નસવાડી કોલેજમાં બીએ નો અભ્યાસ કરે છે        

હાલ નવરાત્રી પર્વને ગણતરીના કલાક બાકી છે ત્યારે બોડેલી નગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા નાની શાંતાબેન પ્રજાપતિને માતાજીના ગરબા બનાવવામાં મદદરૂપ થવા બે નવાસીઓ બોડેલી આવી પહોંચી છે ત્યારે તેઓ સાથે વાતચીત કરતા એક નવાસી ડભોઇ તાલુકાના ગામના દિલીપ પ્રજાપતિ ની પુત્રી કિર્તીબેન છે જે અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ આર્ટ નો અભ્યાસ કરે છે જ્યારે નસવાડી ખાતે રહેતી બીજી નવાસી નિશાબેન અશોકભાઈ પ્રજાપતિ  કોલેજ કરે છે
      બંને નવાસીઓ પૈકી કિર્તીબેન માટીના ઘડા (ગરબા) ઉપર ડિઝાઇન બનાવે છે જ્યારે નિશા બેન તેમાં ડેકોરેશન કરે છે બંને નવાસીઓ નો મુખ્ય ધ્યેય એજ છે કે માતાજીનો સાદો ગરબો (માટી નો ઘડો)60 રૂપિયાથી લઈ સો રૂપિયા સુધી વેચાય છે જ્યારે ડિઝાઇન અને ડેકોરેટ કરેલો ગરબો 200 રૂપિયા સુધીમાં વેચાય છે જેથી તેઓ ની મેહનત મદદ થી નાની શાંતાબેન પ્રજાપતિ ની આવક માં વધારો થાય છે જેથી બંને નવાસીઓ નાની તેમજ મામા મામીને મદદરૂપ થવા દર વર્ષે નવરાત્રી પહેલા અહીં આવે છે અને તેઓને મદદરૂપ થાય છે
      જ્યારે તેઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નવરાત્રી પર્વ આવતાં પેહલા દોઢ મહીના થી માટી ના ઘડા તૈયાર કરવામાં આવે છે અને નવરાત્રી ના દસ દિવસ પેહલા તેમાં ડિઝાઇન તેમજ ડેકોરેશન ની કામગીરી હાથ ધરવામાં આવે છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220926-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *