Gujarat

દેશમાં ભાજપમાં ડોનેશન અભિયાનમાં સી.આર.પાટીલ સૌથી આગળ

સુરત
માઈક્રો ડોનેશન અભિયાન અંતર્ગત દેશભરના નેતાઓ અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને ડોનેશન આપી શકે છે. ડોનેશન પ્રક્રિયામાં કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા રૂ.૫થી રૂ. ૧૦૦૦ સુધીનો ડોનેશન આપી શકે છે. દેશભરના સાંસદો ધારાસભ્યો કોર્પોરેટરો દ્વારા આ અભિયાનમાં પોતાનું યોગદાન આપવાનું શરૂ કરાયું છે. ભાજપ દ્વારા મોટું પાર્ટી ફંડ એકત્રિત કરવા માટેનું કેમ્પેઈન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાની ક્ષમતા મુજબનું ડોનેશન કરી રહ્યા છે. ગુજરાતમાંથી જ એક અંદાજ મુજબ ઓછામાં ઓછું રૂ. ૧૦૦ કરોડ જેટલું પાર્ટી ફંડ એકત્રિત થાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આશ્ચર્યજનક વાત એ છે કે, દેશના રાજા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ કરતાં પણ વધુ સી.આર.પાટીલના રેફરેલ કોડથી ડોનેશન આવી રહ્યું છે. માઈક્રો ડોનેશન લિંક પર જઈને ડોનેશન કરવામાં આવે છે, ત્યારે રેફરન્સ પૂછવામાં આવે છે. તે સમયે તમારે જેનો રેફરન્સ હોય તેનો રેફરેલ કોડ નાખવામાં આવે છે. સુરતમાં સી આર પાટીલના રેફરેલ કોડથી ડોનેશન કરવામાં આવે પ્રયાસો થઈ રહ્યા છે. જેથી કરીને પાર્ટી માટે જે ફંડ ડોનેટ થઈ રહ્યું છે. તેમાં સી.આર.પાટીલનો રેફરન્સ સૌથી વધુ દેખાઈ આવે. દેશભરના જે રેફરેલ કોડની યાદી છે. તેમાં સૌથી આગળનું સ્થાન મળે તેઓ તેમના સમર્થકો પણ ઈચ્છી રહ્યા છે. સી આર પાટીલનો રેફરેલ કોડ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. એક રીતે જાેવા જઈએ તો અહીં પણ સી.આર.પાટીલના અને મોટું કરવા માટેનો પ્રયાસ તેમના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. માઈક્રો ડોનેશન અભિયાનની યાદીમાં અત્યારે પણ સી.આર.પાટીલ સૌથી આગળના સ્થાન ઉપર છે. સુરતના સ્થાનિક કોર્પોરેટરો અને તેમના સમર્થકો પાર્ટી ફંડ આપ્યા બાદ રેફરન્સમાં સી.આર.પાટીલનો રેફરેલ કોડ નાખી રહ્યા છે. જેને કારણે માઈક્રો ડોનેશન નીચે લિંક છે તેમાં જે યાદી દેખાઈ રહી છે. તેમાં સૌથી આગળ સી.આર.પાટીલ દેખાઈ રહ્યા છે. તેના પાછળનું કારણ તેમના રેફરન્સથી સૌથી વધારે પાર્ટી ફંડ આવતું હોવાનું સ્પષ્ટ થાય છે. સી આર પાટીલ પોતાની ભૂમિકા સંગઠનની સાથે-સાથે પાર્ટીને આર્થિક રીતે પણ પોતે મજબૂત કરી શકે છે. તે પ્રકારનો એક મેસેજ પણ આપવાનો પ્રયાસ હોય તેવું જણાય છે.પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઇના જન્મદિવસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા માઈક્રો ડોનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા કાર્યકર્તાઓને પાર્ટી ફંડ આપવા માટે આહવાહન કર્યું હતું. દેશભરના નેતાઓની યાદીમાં સૌથી મોખરાનું સ્થાન સી. આર. પાટીલનું અને બીજા સ્થાન પર ઓડિશાના સુંદરગઢ લોકસભાના સાંસદ જુએલ ઓરામનું નામ દેખાય રહ્યું છે. ભાજપના નેતાઓની યાદીમાં સી.આર.પાટીલ અહીં પણ સૌથી આગળ દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટી ફંડ માટે આ પ્રકારના પ્રયોગો કરવામાં આવતા રહે છે.

CR-Patil.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *