ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગરમીમાં રાહત આપતું ફળ એટલે તરબુચ. અનેક ઔષધીય ગુણો આ ફળમાં રહેલા છે. એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર પરિસરમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને શનિવારના પવિત્ર દિવસે તરબુચનો ફલકુટ કરાયો હતો. સંસ્થાના અધ્યક્ષ પુજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ૭૦૦ કીલો તરબુચ ધરાવાયા. તરબુચ સાથે ટેટી તથા તરબુચ નું જ્યુસ પણ દાદાને અર્પણ કર્યું હતું.


