Gujarat

ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈ સમર્થનમાં યુવાઓએ બાઈક રેલી યોજી

બનાસકાંઠા
ધાનેરા વિધાનસભા વિસ્તારમાં આવતા પાંથાવાડા દાંતીવાડા ધાનેરામાં વિવિધ વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈના સમર્થનમાં યુવાઓ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાદ ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરી લોકોને જાહેર સભામાં કાર્યકર્તાઓ જાેડાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભામાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ત્રણેય ઉમેદવારો જીતની આશાએ એડીચૂંટીનું જાેર લગાવી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેમાં ધાનેરામાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહીત અપક્ષ કુલ ૮ જેટલાં ઉમેદવારો એ દાવેદારી નોંધાવી છે. ધાનેરા વિધાનસભા વિસ્તારમાં ઉમેદવાર માવજીભાઈ દેસાઈ પ્રચાર પ્રસાર ડોર ટુ ડોર ગામેગામ કરી રહ્યા છે. જેમાં દાંતીવાડા પાંથાવાડા ધાનેરા શહેરમાં યુવાઓ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ માવજી દેસાઈના સમર્થનમાં ગામમાં સભાનું આયોજન કર્યું હતું. અનેક ગામોના મોટી સંખ્યામાં આગેવાનો સહિત ધાનેરા વિધાનસભા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં ધાનેરા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈ ધાનેરા વિધાનસભામાં જંગી બહુમતીથી જીતડવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, માવજીભાઈ દેસાઈ ભાજપ ૨૦૧૭માં ધાનેરા બેઠક ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જેમાં કોંગ્રેસ સામે માત્ર ૨૦૯૩ મતથી તેમની હર થઈ હતી. જાેકે ૨૦૨૨ વિધાનસભામાં ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન માવજીભાઈને ભાજપે ટિકિટ ન આપતા નારાજ માવજીભાઈ દેસાઈ અને તેમના સમર્થકૉ ના સપોર્ટથી અપક્ષ દાવેદારી નોંધાવી હતી. જેમાં ધાનેરા મત વિસ્તારના ગામે ગામોમાં માવજીભાઈએ લોક સંપર્ક અને પ્રચાર પ્રસાર બેઠકો સભાઓ અને વિશાળ સંખ્યામાં બાઈક રેલીઓ કરવામાં આવી હતી. માવજીભાઈ દેસાઈને ભાજપ દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, પરંતુ ધાનેરામાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા માવજીભાઈ પોતે ધાનેરા બેઠક ઉપર જીત મેળવે છે કે ભાજપને જ નુકસાન પહોંચાડે છે એ તો આવનારો સમય જ બતાવશે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *