Gujarat

દિવ્યાંગ છે પણ મતદાન કરે છે. અન્યને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડે તેવો એક કિસ્સો સામે આવ્યો…

છોટાઉદેપુર
વિધાનસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે વહીવટીતંત્ર મતદાન વધુ થાય તે માટે અવનવા પ્રયાસો હાથ ઘરે છે. ત્યારે કેટલાક મતદાન પ્રત્યે સભાન મતદારો પણ છે કે જેઓ દિવ્યાંગ છે છતાં પણ લોકશાહીના પર્વને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે અને મતદાન કરે છે. અન્યને પણ મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. આવું જ એક ઉદાહરણ સંખેડા તાલુકાના ટીંબા ગામે જાેવા મળ્યું, ટીંબા ગામના રમેશભાઈ પટેલ પોતે બે હાથે દિવ્યાંગ હોવા છતાં પણ મતદાન કરવાનું ક્યારેય ચૂકતા નથી. આગામી ૫મી ડીસેમ્બરે તેમનો જન્મદિવસ છે અને તે જ દિવસે વિધાનસભાની ચૂંટણીનું મતદાન પણ થવાનું છે. જેને લઇને તેઓ ખૂબ જ ઉત્સાહી છે. અને પોતાના જન્મદિવસે મતદાન કરીને અન્ય લોકોને પણ મતદાન કરવા માટે આપી રહ્યાં છે. રમેશભાઈ પટેલ વીજ કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતાં હતા. ત્યારે વર્ષ ૨૦૦૬માં ટ્રાન્સફોર્મર પર કામ કરતી વખતે અચાનક વીજ પુરવઠો ચાલુ થઈ જતાં ૧૧ કેવિની લાઈન પર કરંટ લાગતાં તેમનો હાથ સળગી ગયો હતો. બન્ને હાથ ગંભીર રીતે દાઝી જતાં તાત્કાલિક ઓપરેશન કરીને કાપવા પડ્યા હતા. પરંતુ ત્યારબાદ એક પણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂક્યા નથી, બન્ને હાથે દિવ્યાંગ થયા બાદ તેઓ પોતાની અર્ધાંગિની શારદાબેનને સહારે મતદાન કરીને રાષ્ટ્ર ધર્મ નિભાવી રહ્યાં છે. અને અન્યને પણ મતદાન કરવાની પ્રેરણા આપી રહ્યા છે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *