Gujarat

ધારી BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો માનવમંદિર ભક્તિરામબાપુને સંત સંમેલનમાં પધારવા આમંત્રણ આપવા પધાર્યા

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
પ્રાપ્ત વિગત મુજબ ધારી સ્વામિનારાયણ મંદિરના સાધુ દિનબંધુસ્વામી અને યુવા વરિષ્ઠ પત્રકાર અરવિંદભાઈ દવે સાવરકુંડલા માનવમંદિર આમંત્રણ આપવા આવેલ. અમરેલી ખાતે આગામી ૧૪/૮/૨૨ ના રોજ યોગીજયંતિ નિમીત્તે રાખેલ સૌરાષ્ટ્રની ધરોહર કહી શકાય તેવાં સંતો મહંતોનુ સંત સંમેલનનું ભવ્ય આયોજનમાં ઉપસ્થિત રહેવા સાધુ દિનબંધુસ્વામીએ માનવમંદિર ભક્તિરામબાપુને  ભાવભર્યુ આમંત્રણ આપેલ. બાપુએ સહર્ષ આમંત્રણ સ્વીકાર કરી સંત સંમેલનમાં ઉપસ્થિત રહેશે તેવી ખાત્રી આપેલ.

IMG-20220805-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *