Gujarat

નર્મદા જિલ્લાના કેરોસીનના વિક્રેતાઓનું સરકારે કેરોસીન બંધ કરતાં એ.પી.સોંપમાં કન્વર્ટ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

રાજ્ય સરકારે તાજેતરમાં છુટક કેરોસીન વિતરણ સેવા બંધ કરાતાં કેરોસીન વિક્રેતાઓને રોજીરોટી આપવા અન્ય કોઈ વ્યવસ્થા કરી આપવા નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું
નર્મદા જીલ્લામાં છેલ્લા ૪૦ વર્ષથી સરકાર મારફત જીલ્લાની જનતાને ચુલો તેમજ બળતણ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનું સરકારી કામકાજ સરકારના નીયમોનું પાલન કરી તેમજ જરૂરી તમામ લાયસન્સ લઈ જનતાને કેરોસીનનું છુટક વેચાણ કરવાની સેવા વિક્રેતાઓ પુરી પાડતા આવ્યા છે . પરંતુ હાલ પીએમ ઉજજવલા ગેસ યોજના કાર્યરત હોવાથી દરેકે ગામડે ગામડે તેમજ દરેક રેસનકાર્ડ ધારક ગરીબ પરીવારોના ધરે ગેસના બોટલ પહોચાડવામાં આવી રહયા છે જેથી લોકોને હવે કેરોસીનની ધરવપરાશ રહેતી ન હોવાને કારણે સરકારે છૂટક કેરોસીન વિતરણ સેવા બંધ કરતા નર્મદા જીલ્લામાં તમામ આદીવાસી ગામડાઓમાં ૪૦ વર્ષથી ગામડે ગામડે છુટક કેરોસીન વેચાણની જે સેવા કાર્ય કરતા વિક્રેતાઓ વંચીત થઈ ગયા છે જેથી તેમની રોજી રોટીનો સવાલ  ઉભો થતા તેમના કુટુંબનું ભરણપોષણ કરવા માટે કેરોસીન ની જગ્યા પર અન્ય આવકનો વિકલ્પ અથવા એ.પી.સોંપમાં કન્વર્ટ કરી આપવા આવેદનપત્ર માં અરજ કરાઈ છે.

IMG-20220328-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *