Gujarat

નસવાડી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી નસવાડી પોલીસ

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા એસ.બી.વસાવા સર્કલ પો.ઈન્સ. બોડેલી સર્કલ બોડેલી નાઓના સંકલનમાં રહી નાસ્તા ફરતા આરોપી તથા લાલશાહીમાં દર્શાવેલ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યાવાહી કરવા સુચના આપતા
નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. સી.ડી.પટેલ તથા પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય અને આજરોજ
છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમી હકીકત મળેલ કે નસવાડી પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૭૨૦૦૮૧૭/૨૦૨૦ ધી પ્રોહી એકટ કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧ મુજબના ગુનાના કામે છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઇલામસિંહ છત્રસિંહ
ડાવર નાઓ શરીરે સફેદ કલરનો આખી બાઇનો શર્ટ પહેરી કવાંટથી એક જીપમાં બેસીને ભાખા થઇ બોડેલી તરફ
જવાનો છે તેવી ચોકકસ બાતમી હકીકત આધારે પોલીસ માણસો સાથે ભાખા ત્રણ રસ્તા પાસે સદરી ઇસમની વોચમાં હતા તે દરમ્યાન થોડીવારમાં સદરી બાતમી હકીકતવાળો ઇસમ એક જીપમાં બેસીને આવતા તેને પકડી પાડી તેની પુછપરછ કરતા તે ઇલામસિંહ છત્રસિંહ ડાવર રહે.ગેંદા પટેલ ફળીયા તા.સોંઢવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાઓ હોવાનું જણાવેલ હોય જેથી સદરી ઇસમને ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220830-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *