Gujarat

 નસવાડી પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલીંગ નાકાબંધી દરમ્યાન મોજે કડદા ગામની સીમમાં ઇગ્લીશ દારૂના જથ્થા તથા ટવેરા ગાડી તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ૫,૩૩,૧૬૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢ્યો,

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા  એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા બોડેલી સર્કલનો પો.ઈન્સ.  ડી.એન.ચુડાસમા નાઓના સંકલનમાં રહી જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પો.સ.ઇ. સી.ડી.પટેલ નાઓ તથા નસવાડી પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમ્યાન આજરોજ નસવાડી પોલીસસ્ટેશનના પો.સ.ઇ. સી.ડી.પટેલ નાઓ પોલીસ માણસો સાથે પ્રોહી પેટ્રોલીંગ દરમ્યાન નસવાડી પોલીસ સ્ટાફ ને  બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ટવેરા  ગાડી રજી. નં. GJ-06 CM-2127 ની અંદર ભારતીય બનાવટનો ઈંગ્લીશદારૂનો જથ્થો કડદા ગામે આવેલ નર્મદા નદી કીનારેથી ભરીને પરાલી થઈ સંખેડા તરફ જનાર છે. તેવી બાતમી હકીકત આધારે મોજે કડદા ગામની સીમમાં પ્રોહી નાકાબંધી કરી ઈંગ્લીશદારૂ તથા ગાડી તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂપિયા- ૫,૩૩,૧૬૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી તેના વિરૂધ્ધ નસવાડી ૬૫એઈ૯૮(૨),૮૧ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220416-WA0067.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *