ગીરગઢડા
ભરત ગંગદેવ
બાપુ –શબ્દ ને વિશાલ અર્થમાં લેતા બી.એ.પી.યુ (બાપુ) એટલે બાપુ “બાપુ” શબ્દ ને અક્ષરોને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. B – BEST
A-ADMINISTATION
P- POWER FUL
U- UNDERSTANDING.
બેસ્ટ એડમિનીસ્ટેશન એન્ડ પાવરફૂલ અન્ડરસ્ટેન્ડીગ મતલબ કે ગજબ ની સમજ અને ઉતમ વ્યવસ્થાપન ના ગુણો હોય એજ બાપુ.આવા ગુણ કોઈ પણ વ્યક્તિ ધરાવતી હોય તેને બાપુનો ઇલકાબ અપાય છે તેને બાપુ કહી ને બોલાવાય છે.જયારે સાધુ સંતો મહંતો અને રાજાઓને જન્મથી બાપુનું બિરુદ પ્રાપ્ત હોય છે.
અહી આપડે વાત કરી રહ્યા છીએ ઉના તાલુકા પંચાયત ના નિવૃત સર્કલ ઇન્સ્પેકટર એન.ડી.અગ્રાવત ગુજરાત રાજ્ય તાલુકા પંચાયત ક્ષેત્રે પ્રારંભમાં તલાટી અને પછી સર્કલ ઇન્પેસ્ક્ટર અને વિસ્તરણ અધિકારીનો વધારાનો ચાર્જ તથા તાલુકા વિકાસ અધિકારીનો વધારા નો ચાર્જ સંભાળી ઉના તાલુકા પંચાયતમાં સનિષ્ઠ અને ગૌરવશીલ ૩૭ વર્ષની સુદીધકાર્લીન સેવા આપી તા.૩૧/૧૨/૨૦૧૪ ના રોજ નિવૃત થયા.તેમના કાર્યકાળમાં ચુંટણી વસ્તી ગણતરી,કુદરતી આપત કાલીન સ્થિતિઓ અતિવૃષ્ટિ અને દુષ્કાળ સમયે આપેલ કાર્ય તત્પરતાને કાર્યદક્ષતા ની નોંધ જીલ્લા અને રાજ્ય કક્ષાના અધિકારીઓ એ અને પ્રધાનોએ લીધી હતી.સ્વચ્છગુજરાત. નિર્મળગુજરાત. અને કર્મયોગી ચિંતન સીબીરોમાં તમે દાખવેલ યસસ્વી કામગીરી લોકસભા ધારા સભા,નગર પાલિકા,તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીઓમાં તમે બજાવેલી સનિષ્ઠ કાર્ય સેવા બાહોશીને ઉપલક્ષમાં તમને મળેલા પ્રમાણપત્રો ડીઝ્સ્ટાર મેનેજમેન્ટની શ્રેષ્ટ કામગીરી બદલ તમને એનાયત થયેલ શિલ્ડ આ બધું પ્રેરણાદાયી થી આજે લોકો માટે પ્રેરણા રૂપ બન્યું છે.કોમ્પ્યુટર દ્વારા વહીવટી કામગીરી માટે તમે સૌવ અધિકારી વર્ગના પ્રતિપાત્ર બન્યા હતા.વહીવટી ક્ષેત્રે નિષ્ઠાવાન ને ઉત્કૃષ્ટ અધિકારી બની હમેશા પદ શોભાવ્યું છે.આજે નિવૃત થયાના ૭ વર્ષ પૂર્ણ થતા પણ આજે આપની કાર્યનિષ્ઠા સેવા ભાવીની ઘટ આજે પણ દેખાય રહી છે.સાદું જીવન પ્રસનવાદ અને તેમાં સૌમાં રાજુતું તમારું સહજ ગામ્ભીર્થ.કોઈ પણ કામના પડકારોને જીલ્લી લેવા ચેલેન્જ સ્વીકારી લેવી એ તમારો સ્વભાવ રહ્યો હતો.અને આમતો આ જીવન મંત્રની પ્રેરણા ભાગવત ગીતાને વિવેકાનંદજીના જીવન કવચને આભારી છે.આજે પણ નિવૃતિના ૭ -૭ વર્ષના વાણા વીતી જવા છતાં અધિકારીઓ માટે એક વટ વ્રુક્ષ બનીને આજ પણ આપ કર્મચારીઓ ઉપર છાયડો રાખી રહ્યા છો….
નિવૃત્તિ બાદ પણ કચેરી માં તેમની સેવા મળતી રહી છે તમામ ચૂંટણીઓ અને ટાઉતે વાવાઝોડા માં પણ તેમની નિષ્કામ સેવાઓ નોંધ પાત્ર રહી છે અને આવનારા વરસો માં પણ તેમની સેવાઓ મળતી રહે તેવું આરોગ્ય અને તંદુરસ્તી જળવાઈ રહે તેવી. પ્રભુ ને પ્રાર્થના
પંચાયત તથા ચૂંટણી અને મહેસુલી કાયદા ના ભષ્મપિતામહ
