પડધરી તાલુકાના મોટા રામપર ગામે જામનગર સાઈડ થી આવતી અને રાજકોટ તરફ જતી બસ નો સ્ટોપ મોટા રામપર કરવામાં આવતો નથી બસ સ્ટોપ છે તે છતાંય કેમ બસ ઊભી રાખવામાં આવતી નથી gj 18 y 2113 નંબર ની બસ ઘણા સમયથી ઊભી રહેતી નથી gj 18 z 7400 નંબર ની બસ પણ ઉભી રહેતી નથી બીજી જામનગર થી આવતી એક પણ બસ ઊભી રહેતી નથી અને રાજકોટ થી આવતી અને જામનગર તરફ જતી અમુક બસ ઉભી રાખવામાં આવતી નથી બસ લોકલ હોવા છતાં ઉભી રહેતી નથી અને બીજી વાત તો એ કે બસ લોકલ હોય અને ગામ આવનું થોડું દૂર હોય તો બસનો બોર્ડ પલટાવી નાખે છે લોકલ હોય તો ઇન્ટરસિટીનો કરી નાખે છે પાછળ ના ભાગનો બોર્ડ લોકલ નો હોય છે બસ હોય છે લોકલ બસના આગળના ભાગમાં ઇન્ટરસિટી નો બોર્ડ લગાડી દિયે છે લોકલ બસ એક પણ ઉભી રહેતી નથી સર આપને એટલું જણાવું કે મોટા રામપર ગામે વિદ્યાર્થીઓ , વૃદ્ધો, નાના બાળકો વાળી મહિલાઓ હેરાન થાય છે સર આવું કેટલો ટાઇમ ચાલશે 3-4 ગામડાના લોકો બસ માં મુસાફરી કરવા માટે મોટા રામપર ગામે થી બસ માં બેસે છે મોટા રામપર ગામે ઘણા સમય થી લોકોને આવી હાલાકી ભોગવવી પડે છે વહેલામાં વહેલી તકે આ પ્રશ્ન નું નિવારણ આવે તેવી મોટા રામપર ગ્રામ જનોની અપીલ છે

પડધરી તાલુકાના મોટા રામપર ગામે જામનગર સાઈડ થી આવતી અને રાજકોટ તરફ જતી બસ નો સ્ટોપ મોટા રામપર કરવામાં આવતો નથી બસ સ્ટોપ છે તે છતાંય કેમ બસ ઊભી રાખવામાં આવતી નથી
અહેવાલ- નિખીલ ભોજાણી

