Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા કરાલી પો.સ્ટે. વિસ્તારના બોરધા ગામેથી કિ.રૂ.૨૭,૦૭૫/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો.

શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ. જે અન્વયે શ્રી એચ.એચ.સઉલજી ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોં કરાલી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકીકત મળેલ કે બોરધા ગામે રહેતા પુનીયાભાઇ ભીલાભાઇ રાઠવા નાએ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સતાડી રાખેલ છે. તેવી મળેલ હકીકત આધારે છોટાઉદેપુર એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોએ સદરી ઇસમના ઘરે રેઇડ કરતા તેઓના રહેણાંક મકાનમાંથી કુલ કિ.રૂ.૨૭,૦૭૫/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા પ્રોહીબીશન એકટ મુજબ કરાલી પો.સ્ટે.માં ગુનો નોંધાવવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG-20220117-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *