Gujarat

પત્ની સાથે આડા સંબંધનું મનદુઃખ રાખી છરીથી ૩૨ ઘા મારી હત્યા

ગાંધીધામ
મૂળ પાટણના સમી તાલુકાના રાફુ ગામનો અને હાલે ૭ વર્ષથી સામખિયાળી રહેતો ૨૦ વર્ષીય દિપક નરશીભાઇ કોલી અને મુળ રાપરની સોમાણીવાંઢનો અજય રામશીભાઇ કોલી બન્ને સાથે ચા પીધા બાદ બાઇક પર નિકળ્યા હતા. અજયે બાઇક સામખિયાળીના રેલ્વે બ્રીજ નીચે લઇ જઇ અચાનક છરી કાઢી દિપકને છરીના ૩૨ થી વધુ ઘા ઝીંકી તેને રેલ્વે ટ્રેક પર ફગાવી ભાગી ગયો હતો. આ ઘટનામાં સારવાર દરમિયાન ૨૦ વર્ષીય દિપકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ગાંધીધામ રેલ્વે પોલીસની હદમાં આ હત્યા કરાઇ હોવાને કારણે રેલ્વે પોલીસમાં મૃતકના ભાઇએ અજય વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે જેમાં તેમના મૃતક ભાઇને અજયની પત્ની સાથે આડા સબંધ હોવાનું મનદુઃખ રાખી આ હત્યાને અંજામ અપાયો હોવાનું જણાવાયું હતું. આરોપીને પકડવા જુદી જુદી ટીમો બનાવી ચક્રો ગતિમાન કરાયા છે.ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે ચા પીધા બાદ સાથે નિકળ્યા પછી એક મિત્રએ બીજાને છરીના ૩૨ થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટનામાં છરી મારનારની પત્ની સાથે આડા સબંધ હોવાનું કારણ બહાર આવ્યું છે. જાે કે ગઇકાલે મોડી સાંજે બનેલી આ હત્યાની ઘટનામાં ભાગી ગયેલો આરોપી હજી હાથ લાગ્યો નથી.

32-stab-wounds.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *