Gujarat

પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ થઈ ભાઈઓ-બહેનો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈની જનસભામાં પહોંચ્યા

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જામનગરમાં આગમનથી હાલાર પંથકમાં હરખની હેલી સર્જાઈ છે. પ્રધાનમંત્રીશ્રીની પ્રદર્શન મેદાન ખાતે વિશાળ જનસભામાં વિવિધ સમાજના ભાઈઓ-બહેનો જાણે પોતાના આંગણે શુભપ્રસંગ હોય તેવા ઉત્સાહ ઉમંગ સાથે પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજજ થઈ પ્રધાનમંત્રીશ્રીના આગમનને વધાવવા માટે પહોંચ્યા હતા.

આ જનસભામાં આહીર સમાજના બહેનો તેમના પરંપરાગત વસ્ત્રો-આભૂષણો સાથે પ્રધાનમંત્રીશ્રીની જનસભામાં જોવા મળ્યા હતા. વેઢલા, ઝૂમણું, કાઠલી, સોનૈયા, પાંદડી, કડલી જેવા આભૂષણો અને ઓઢણી, કાપડું સાથેના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસભામાં પહોંચ્યા હતાં.

આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જામનગર-હાલારના વિવિધ વિકાસલક્ષી રૂ. ૧૪૪૮ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *