Gujarat

પાટણના નિવૃત્ત અધિકારીના ૭ લાખ લઈને બે ગઠિયા ફરાર

પાટણ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો સુધી મુખ્ય હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવી વય નિવૃત બનેલા એ.આર.મકવાણા સાથે બનેલી ઘટનાની પાટણ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવતા તેમના હિતેચ્છુ અધીકારીઓ અને કમૅચારીઓ દુઃખ વ્યક્ત કર્યું હતું.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મુખ્ય હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવીને તાજેતરમાં વયનિવૃત્ત બનેલા એ.આર.મકવાણાના હાથમાંથી રૂપિયા સાત લાખ લઇને બે ગઠિયા ફરાર થઇ જવાની ઘટના સામે આવી છે. એ.આર.મકવાણા પોતાનું નિવૃત્ત જીવન અમદાવાદ સાબરમતી સ્થિત પરિવારજનોએ સાથે રહેતા છે. તેઓ પાટણ યુનિવર્સિટીની સ્ટેટ બેંકમાંથી રૂપિયા ૭ લાખની રકમ ઉપાડી પોતાના પાકિટમાં મૂકી યુનિની ગાડીમાં બેસી પોતાનાં સાબરમતી ખાતેનાં નિવાસ સ્થાને જતા હતા. ત્યાંથી રસ્તામાં ઉતારી પ્રાઈવેટ ઓટો રિક્ષામાં બેઠાં હતાં તે સમયે રિક્ષા બેઠેલા અન્ય બે લબર મુછીયા યુવાનોએ તેમને વાતોમાં વાળી તેઓનાં પાકિટમાં રાખેલી રૂપિયા ૭ લાખની રકમ સિફતપૂર્વક રીતે સેરવી રિક્ષામાંથી ઉતરી પોબારા ભણી ગયાં હતાં. આ બાબતની જાણ તેઓને સાબરમતી પોતાના નિવાસસ્થાને ઉતયૉ બાદ થતાં તેઓએ ઓટો રિક્ષાની તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ જગ્યાએ ઓટો રિક્ષા કે રિક્ષામાં બેઠેલાં બન્ને લબર મુછીયા યુવાનોની ભાળ નહીં મળતા તેઓએ આ મામલે અમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *