Gujarat

પાટણમાં કોંગ્રેસની સભામાં જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા

પાટણ
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે તમામ પાર્ટીઓ એક બીજા પર કટાફો કરી રહ્યા છે પ્રહારો કરી રહ્યા છે ત્યારે પાટણના સુભાષ ચોક ખાતે સંવિધાન બચાવો જાહેર સભામાં ઉપસ્થિત રહેલ વિશાળ જનમેદનીને સંબોધિત કરતા વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર અને આરએસએસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જેને સ્વતંત્રતાની ચળવળમાં લોહીનું એક ટીંપુ વહેવડાવ્યુ નથી અને અંગ્રેજાેની ચાપલુસી કરનારા વિરાંજલીના કાર્યક્રમો આયોજીત કરી પોતે દેશભક્ત હોવાના દાવા કરી રહી છે. આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના લોકો પોતાનાં મનુવાદને લોક માનસ પર ઢોકી બેસાડવા બાબા સાહેબના સંવિધાનને દુર કરવા મથામણ કરી રહ્યા છે. ત્યારે આવા કહેવાતા દંભી રામ ભક્તોથી લોકોએ ચેતવું પડશે. ૨૨ પેપરો ફોડનાર અને અદાણી પોટૅ પરથી ઝડપાયેલા કરોડાનાં ડ્રગ્સ મામલે કોઇ કાયૅવાહી સરકાર કરતી નથી. જ્યારે સાચી વાત કહેનારા મારા જેવા સામે ગુજરાતથી ૨૫૦૦ કિ.મી.દુર આસામમાં ખોટી બે બે ફરિયાદો કરી સચ્ચાઈને દબાવવાનો પ્રયાસ આ સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ તેઓએ કયૉ હતાં. વધુમાં તેઓએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં સહેવાગ સચિનની જેમ પાટણ ધારાસભ્ય સાથે ધના ધન બેટીગ કરનાર હોવાનો હુંકાર કર્યો હતો.

Jignesh-Mewani-slammed-the-government.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *