પાટણ
પાટણ શહેરના સાલવીવાડા લિબચમાંતા પોળની સામે એક જર્જરીત મકાન જમીનદોસ્ત થતા મહોલ્લાના રહીશોમાં અફડાતફડી મચી ગઈ હતી. ત્યારે લીંબચ માતાની પોળના બાળકો રીક્ષાની વાટ જાેઈ ઉભા હતા. ત્યારે આ મકાન ધરાશાયી થયું હતું. સદનસીબે બાળકો મહોલ્લામાં જતા રહેતા બાળકોનો આબાદ બચાવ થયો હતો. જેથી રહિશોએ રાહત અનુભવી હતી. આ બનાવની મળતી માહિતી મુજબ પાટણ શહેરમાં જર્જરિત બનેલા મકાનો પડવાના વાંકે ઉભા છે પાલિકા તંત્ર દ્વારા આવા જર્જરિત મકાનોના માલિકોને નોટિસો પાઠવવામાં આવી છે છતાં મકાન માલિકો દ્વારા પોતાના મકાનો રીનોવેશન કે ઉતારી લેવાની કામગીરી હાથ ધરી નથી. જેથી ચોમાસામાં વરસાદના ભેજના કારણે આવા જર્જરિત બનેલા મકાનો ધરાશાયી થવાના કિસ્સાઓ બની રહ્યા છે. પાટણ શહેરમાં જર્જરિત મકાનો ધરાશાયી બનવાની ઘટના અવાર-નવાર પ્રકાશમાં આવતી હોય પાલિકા તંત્ર દ્વારા આવા જર્જરિત મકાનો ઉતારી લેવા મકાન માલિકોને કડક સુચના આપી તેવી માગ શહેરીજનોમાં પ્રબળ બની છે.પાટણ શહેરમાં ચોમાસાના ભેજના કારણે સલીવાડામાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેથી અફડાતફતી મચી હતી. જાેકે, આ ઘટના બની ત્યારે રિક્ષાની વાટ જાેઈને બાળકો ઉભા હતા જેઓ તાત્કાલીત ત્યાથી ખસી જતા આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં જાનહાનિ ટળી હતી. જેથી તંત્ર સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

