Gujarat

પાટણ જિલ્લાના હાઈવે પર વધુ ૧ ગમ્ખવાર અકસ્માત, લગ્ન પ્રસંગે જતા બે યુવકોના મોત

પાટણ
પાટણ જિલ્લાના હાઈવે પર વધુ ૧ ગમ્ખવાર માર્ગ અકસ્માત, આ ઘટના માં પાટણ જિલ્લાના રાધનપુરના મહેમદાવાદ અને ભિલોટ પાસે સર્જાયો હતો જેમાં ૨ યુવકો નું કરૂણ મોત નીપજ્યું હતું, અકસ્માતની દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા પરિવારના હૈયાફાટ રૂદનથી માહોલમાં ગમગીની છવાઇ હતી. આ અકસ્માતની માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુરનાં મહેમદાવાદ -ભિલોટ માગૅ બનાસકાંઠાથી ભિલોટ લગન પ્રસંગમાં બાઈક લઈ જઈ રહેલા બે યુવકોનું બાઈક સ્લીપ ખાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા બન્ને મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.અકસ્માતનાં પગલે ધટના સ્થળે લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. બન્ને મૃતકોની લાશને ૧૦૮ દ્વારા પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *