હાલોલ
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને અંકલેશ્વર ખાતે આવેલી જ્યોતિ ટોકીઝ પાસે પાણીપુરીનો વ્યવસાય કરતા જગદીશભાઈ પ્રજાપતિ સવારે પોતાના પરિવાર સાથે અંકલેશ્વરના ભોજપુર ગામના જગદીશભાઈ વસાવાની ઇકો ભાડે કરી પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને નીકળ્યા હતા. સવારે તેઓની ઇકો કારને હાલોલ બાયપાસ ઉપર અકસ્માત નડ્યો હતો. હાલોલ વડોદરા હાઇવે ઓળંગી ઇકો કાર પાવાગઢ તરફ વળી હતી. જ્યાં એક કાળા કલરની લક્ઝરી બસની સાઈડ લેવા જતા બસની ટક્કર ઇકોને વાગતા ઇકો રોડની સાઈડમાં બનાવવમાં આવેલ ફૂટપાથના ડિવાઈડર સાથે ઘસડાઈ જતા ઇકોમાં સવાર યાત્રાળુઓ ગંભીર રીતે ઘવાયા હતા. ગાડીમાં સવાર ગાડીના મૂળ માલિક જગદીશ ભાઈ વસાવા, કૈલાસીબેન જગદીશ ભાઈ પ્રજાપતિ, તેજસ કામલકિશોર પ્રજાપતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે ઇકો માં સવાર અન્ય બે હેમલતાબેન કામલકિશોર પ્રજાપતિ અને અંશ કામલકિશોર પ્રજાપતિને ગંભીર ઇજાઓ થતા તેઓને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી વધુ સારવાર અર્થે વડોદરા મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં આબાદ બચી ગયેલા ડ્રાયવર પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ ઇકો ગાડીને તે કાળા કલરની લક્ઝરી બસની સાઈડ લેવા જતો હતો. તે દરમિયાન બસની ટક્કર વાગતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ત્રણનો ભોગ લેનાર લક્ઝરી બસની તપાસ થવી જરૂરી છે, હાલ પોલીસે ઘટના સ્થળે આવી ડ્રાયવરનું નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર સર્જાયેલા અકસ્માતમાં ૩ લોકોના મોત નિપજ્યા છે. જયારે અકસ્માતમાં ઇજા પામેલ હેમલતા પ્રજાપતિ અને તેના અઢી વર્ષના પુત્ર અંશને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં લવાયા હતા જ્યાં બેભાન ઇજાગ્રસ્ત હેમલતા ઉપર પુત્ર અંશ પોણા ૩ કલાક સુધી રામ ભરોસે વળગીને સુઈ રહ્યો હતો તેમ છતાં હોસ્પિટલના સંચાલકો એ દરકાર ન કરી રીફર કરવાની તસ્દી ન લીધી હતી. હું અંકલેશ્વર પંચાયત ક્વાર્ટર પાસે મારી પત્ની હેમલતા મોટો પુત્ર તેજસ તાનાથી અઢીવર્ષનો અંશ સાથે રહી શહેરમાં પાણીપુરી વેચવાનો વ્યવસાય કરું છું. જગદીશ વસાવા મારો મિત્ર છે. જગદીશ પણ મારી બાજુમાં રમકડાંની લારી લગાવે છે. જગદીશને સંતાનમાં ૩ પુત્રીઓ છે. મારી સાસુ કેલાશબેન યુપીથી મારા ઘરે આવ્યા હોય અમે પાવાગઢ દર્શન કરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. ઇકો કાર જગદીશની છે. સવારે અંકલેશ્વરથી હું મારી પત્ની ૨ બાળકો મારી સાસુ અને જગદીશ ઇકો કારમાં પાવાગઢ આવવા નીકળ્યા હતા. શરૂઆતમાં ગાડી હું ચલાવતો હતો. પછી કરજણ ટોલ નાકા પરથી જગદીશે ચલાવી હતી. જે હાલોલ ટોલ નાક પાસે આવી ગાડી ઉભી રાખી ત્યાંથી હું ગાડી ચલાવતો હતો હાલોલથી થોડે દુર જતા જ સવારે બાયપાસ પાસે હાઇવે પર મારી આગળ ચાલતી બ્લેક કલરની લક્ઝરી બસનો ઓવરટેક કરવા જતાં બસની ટકકર મારી ગાડીને લાગતા મારી કાર ડિવાઈડર પર ચઢી ગ્રીલ સાથે અથડાઈ હતી.પાવાગઢ દર્શને આવેલા મૂળ ઉત્તરપ્રદેશના અને અંકલેશ્વર રહેતા પ્રજાપતિ પરિવારની ઇકો ગાડીને હાલોલ બાયપાસ ઉપર અકસ્માત નડતા એક બાળક સહિત ત્રણના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. વહેલી સવારે ઇકો ગાડીને લક્ઝરી બસે ટક્કર મારતા ગાડી રોડની બાજુમાં બનાવવામાં આવેલી ફૂટપાથ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.


