પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર તાલુકાના કરાલી ખાતે આજરોજ પ્રાંત અધિકારી કલ્પેશ ઉનડકટ, ઉમેશ શાહ, ડિવાયએસપી અશોક કાટકડ, તેમજ અન્ય જીલ્લાના તમામ પોલીસ મથકના પી. એસ. આઈ. ની હાજરીમાં વર્ષ દરમિયાન ૮૪૭ ગુના હેઠળ પકડવામાં આવેલ રૂ. ૨. ૫૧ કરોડની કિંમતની વિદેશી દારૂની ૧, ૦૪, ૦૦૦ બોટલ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ વિદેશી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવતી વખતે તેમાંથી દારૂના ફુવારા ઉડતા નજરે પડતા હતા, અને સાથે સાથે કાચ પણ ઉડી રહ્યા હતા.
મહત્વની વાત એ છે છોટા ઉદેપુર જીલ્લા પોલીસ દ્વારા મોટાપાયે વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતોણે આજે તેનો કાયદેસર રીતે નાશ કરવામાં
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


