Gujarat

પોરબંદર ડિરેક્ટરીનું કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે વિમોચન કરાયું

પોરબંદર
કથાકાર રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે આ ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું. ડિરેક્ટરી વિમોચન પ્રસંગે ભાઇશ્રીએ જેસીઆઈ પોરબંદરની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, આ ડિરેક્ટરીના માધ્યમથી જેસીઆઈએ સામાજિક એકતાનો એક સુંદર અવસર ઉભો કર્યો છે. આપણા નગરમાં સંસ્થાઓ દ્વારા કેટ-કેટલીય સારી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. પોરબંદરના લોકો પોતપોતાના ધંધા વ્યવસાયમાંથી સમય કાઢીને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના વાળા લોકો વસે છે. આવી તમામ સંસ્થાઓ માટે આ ડિરેક્ટરીના માધ્યમથી સંપર્ક સેતુ તૈયાર કરવા બદલ જેસીઆઈ પોરબંદરને આ ડિરેક્ટરીમાંથી બે હેતુ સાર્થક થશે, એક તો આ સંસ્થાઓની સેવા પ્રવૃત્તિઓનો દરેક જરૂરિયાતમંદ લોકો સરળતાથી લાભ મેળવી શકશે. આ ઉપરાંત બીજાે હેતુ એ સાર્થક થશે કે આપણા સુરખાબી નગર પોરબંદરની સામાજિક જાગૃતિ અને શહેરના વિકાસ માટે તમામ સંસ્થાઓ એક બીજાના સંપર્કમાં રહીને એક અંબ્રેલા સંસ્થા જેવી સંસ્થા બનશે. જ્યારે પણ આપણા નગરને એવી કોઈ જરૂર પડે ત્યારે એક હાકલમાં બધી જ સંસ્થાઓ મદદે પહોંચી જાય. આમ આ ડિરેક્ટરીથી સહ વીર્યમ કરવાવહેંની ભાવના જાગૃત થશે. બિરલા હોલ ખાતે ડિરેક્ટરી વિમોચન પ્રસંગે રમેશભાઈ ઓઝાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં પોરબંદરની તમામ સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજાેના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા પ્રમુખ રોનક દાસાણી, સેક્રેટરી પ્રિન્સ લાખાણી અને જેસીઆઈની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.પોરબંદરમાં અનેક સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજાે દ્વારા વિવિધ પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમે છે. જે પોરબંદર માટે ગૌરવની વાત છે. શહેરની સામાજિક સંસ્થાઓની સેવા પ્રવૃત્તિઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા કે જેથી જરૂરિયાતમંદ લોકો એ સેવાનો મહત્તમ લાભ લઇ શકે તથા શહેરની દરેક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજાે એક બીજાના પરિચયમાં આવે તેવા શુભ હેતુ સાથે જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા પોરબંદરની ૧૧૧ સામાજીક સંસ્થાઓ તથા જ્ઞાતિ સમાજાેની માહિતી એકત્રિત કરી આ તમામ સંસ્થાઓ ક્યા-કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. તેના હોદ્દેદારોના નામ સરનામા સહિતની વિગતવાર માહિતી દર્શાવતી “પોરબંદરનું સામાજિક જીવન” નામથી એક ડિરેક્ટરી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *