આણંદ
સોજીત્રા ખાતે નવીન કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટન વક્તવ્યમાં ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ બી. એ.વૈષ્ણવે જણાવ્યું કે, લોકોને ઝડપી, સરળ અને ત્વરિત ન્યાય આપવા માટે વકીલોની ભૂમિકા મહત્વની છે. વકીલો વગર ન્યાય મંદિર અધુરૂ છે જેથી વકીલોએ કેસ ચલાવતા જજને કેસના ઝડપી ન્યાય માટે મદદરૂપ બનવું પડશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ કોર્ટ બિલ્ડિંગમાં ન્યાયાધીશ, મહિલા વકીલો, પુરુષ વકીલોને બેસવા માટે સુવિધા ઊભી કરવામાં આવી છે. સોજીત્રા તાલુકાના જે લોકો ન્યાય મેળવવા માટે આવે છે. તેમને ન્યાય મંદિરનું નવું મકાન બનવાથી ફાયદો થશે કારણકે હાઇટેક ફેસેલીટી ધરાવતું આ બિલ્ડીંગમાં વીડુયો કોન્ફરન્સીંગની પણ સુવિધા છે. જે ઘણીવાર ઉપયોગી બને છે. સોજીત્રા ખાતે વર્ષ ૨૦૧૩માં કોર્ટ કાર્યરત થઈ હતી. તે બે માળની આધુનિક સુવિધા સાથેનું ન્યાય મંદિર બન્યું છે ત્યારે ન્યાયપાલિકાને બેસવા માટેની સારી સગવડ સાથેનું મકાન મળતા આનંદની લાગણી અનુભવું છું. ડિસેમ્બર – ૨૦૧૯માં આ કોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સોજીત્રા ખાતે તૈયાર થયેલા બે માળના નવીન ન્યાય મંદિરના મકાનમાં બે કોર્ટ રૂમ, જજ માટે ચેમ્બર, મહિલા અને પુરુષ વકીલ બાર માટે અલાયદા રૂમ, પક્ષકારો માટે વેઈટિંગ રૂમ, રેકર્ડ રૂમ, મુદ્દા માલ રૂમ, કોન્ફરન્સ રૂમ, ફાઇલીંગ સેન્ટર, સ્ટ્રોંગ સેન્ટર રૂમ, સી.સી.ટી.વી કેમેરા, રજીસ્ટાર રૂમ, પીવાના પાણી માટે આર.ઓ. સિસ્ટમ, સરકારી વકીલની રૂમ, વાહનોના પાર્કિંગ માટેની વ્યવસ્થા, જજીસ માટે ક્વાર્ટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલા અને પુરુષ કેદીઓ માટે અલગ રૂમની વ્યવસ્થા, કેન્ટીન ફેસીલીટી, વીડિયો કોન્ફરન્સની સુવિધા, સ્ટેશનરી રૂમ, ઝેરોક્ષ રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, ઇન્કવાયરી રૂમ, બાર લાઇબ્રેરી રૂમ, નાઝીર રૂમ, કોમ્પ્યુટર રૂમ, સાઇબર રૂમ, બેન્ચ ક્લાર્ક રૂમ ઉપરાંત પોસ્ટ અને બેંક સાથેની ફેસિલિટી સાથેનું બે માળનું અત્યંત મકાન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ન્યાયમૂર્તિ બી.એ.વૈષ્ણવે બે મજલાના ન્યાયમંદિરના મકાનમાં દરેક રૂમની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે આણંદ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જ્જ વી.બી.ગોહિલ, સોજિત્રા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ટી.પી.શાહ તથા જિલ્લાની તમામ કોર્ટના જજ , જિલ્લાની તમામ કોર્ટના સરકારી વકીલ, જિલ્લાની તમામ કોર્ટના બાર એસોસિએશનના હોદ્દેદારો પણ જાેડાયા હતા.આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે રૂ.૪.૧૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા બે માળના અદ્યતન સુવિધાસભર ન્યાયમંદિરને ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ અને આણંદ જિલ્લાના એડમીનીસ્ટ્રેટીવ જજ બી.એ.વૈષ્ણવના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.


